શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમા્ં અંપાયરે શું કર્યું કે કોહલી બે વાર અંપાયર સાથે ઝગડી પડ્યો ? કોચ શાસ્ત્રીએ પણ દૂરથી બતાવ્યો ગુસ્સો ?
અક્ષરના બોલને રમવામાં થાપ ખાઈ ગયો હતો અને બોલ પેડ સાથે અથડાયો હતો. જોકે એમ્પાયરે આઉટ આપ્યો નહોતો. જે બાદ ભારતે રિવ્યૂ લીધો હતો. જેમાં તે આઉટ હોવાનું જણાયું હતું પરંતુ અમ્પાયર્સના કોલના કારણે થર્ડ અમ્પાયરે નિર્ણય બદલ્યો ન હતો.
ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત જીતથી 6 વિકેટ દૂર છે. ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડ 3 વિકેટના નુકસાન પર 53 રન હતો. 50 રનના સ્કોર પર નાઇટ વોચમેન જેક લીચની વિકેટ પડ્યા બાદ કેપ્ટન રૂટ બેટિંગમાં આવ્યો હતો.
અક્ષરના બોલને રમવામાં થાપ ખાઈ ગયો હતો અને બોલ પેડ સાથે અથડાયો હતો. જોકે એમ્પાયરે આઉટ આપ્યો નહોતો. જે બાદ ભારતે રિવ્યૂ લીધો હતો. જેમાં તે આઉટ હોવાનું જણાયું હતું પરંતુ અમ્પાયર્સના કોલના કારણે થર્ડ અમ્પાયરે નિર્ણય બદલ્યો ન હતો. જે બાદ કોહલી એમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો હતો.
વિરાટ કોહલી અમ્પાયર સાથે ઘણાં સમય સુધી ચર્ચા કરતો જોવા મળ્યો હતો રવિ શાસ્ત્રી પણ ડ્રેસિંગ રૂમમાંથી અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી નારાજ થઈ ગયા હતા. અનેક દિગ્ગજ ક્રિકેટર્સે પણ અમ્પાયરના નિર્ણયની નિંદા કરી હતી.
ત્રીજા દિવસની રમતની અંતિમ ઓવર અક્ષર પટેલે કરી હતી. ઓવરની પહેલા જ બોલમાં રૂટની કોટ બિહાઈન્ડ આઉટ માટે રૂષભ પંતે અપીલ કરી, પરંતુ અમ્પાયર નીતિન મેનને અપીલને ફગાવી દિધી. પંતે કોહલીને DRS માટે કહ્યું, ત્યારે વિરાટે DRS લીધું. ટીવી રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટને અડ્યો ન હતો તેનો અર્થ એવો હતો કે તેઓ હજુ સેફ હતા. પરંતુ LBWને લઈને ફસતા જોવા મળ્યા. અક્ષર પટેલનો બોલ સ્ટમ્પની સામે જ તેમના પેડ સાથે ટકરાઈ હતી. બોલ ટ્રેકિંગમાં જોવા મળ્યું કે બોલ સ્ટમ્પમાં આવતી હતી, પરંતુ ઈમ્પેક્ટ અમ્પાયર્સ કોલ હતો તેથી ભારતને જો રૂટની વિકેટ ન મળી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion