શોધખોળ કરો
India vs England, 4th Test LIVE Updates: સુંદર સદીથી રહ્યો વંચિત, ટીમ ઈન્ડિયા 365 રનમાં ઓલઆઉટ
ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસનને 3 અને જેક લિચને 2 સફળતા મળી હતી.
![India vs England, 4th Test LIVE Updates: સુંદર સદીથી રહ્યો વંચિત, ટીમ ઈન્ડિયા 365 રનમાં ઓલઆઉટ India vs England 4th Test Live Updates cricket score updates: Team India all out 365 runs sunder not out on 96 runs India vs England, 4th Test LIVE Updates: સુંદર સદીથી રહ્યો વંચિત, ટીમ ઈન્ડિયા 365 રનમાં ઓલઆઉટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06164245/axar-sundar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ)
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 365 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે ઈંગ્લેન્ડ પર 160 રનની લીડ લીધી છે. વોશિંગ્ટન સુંદર 96 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. અક્ષર પટેલ 43 રન બનાવી રન આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસનને 3 અને જેક લિચને 2 સફળતા મળી હતી.
કેવો રહ્યો બીજો દિવસ
ભારતીય ટીમે બીજા દિવસે 94 ઓવર રમીને 7 વિકેટના નુકશાન પર 294 રન બનાવ્યા હતા. બીજા દિવસે ભારત તરફથી ઋષભ પંતે ધમાકેદાર સદી (101 રન) અને વૉશિંગટન સુંદરે શાનદાર અડધી સદી (60 રન) બનાવ્યા હતા. રોહિત શર્માએ શરૂઆતમાં લડાયક ઇનિંગ રમીને 49 રનનુ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. બીજા દિવસના અંતે ભારતે ઇંગ્લેન્ડ પર 89 રનની લીડ લીધી હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)