શોધખોળ કરો
Advertisement
IND vs ENG 4th Test: Team India માટે માઠા સમાચાર, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી
ઈગ્લેન્ડના પ્રથમ ઈનિંગમા 205 રનના જવાબમાં ભારતે 365 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 101 રન બનાવ્યા હતા.
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં રનમાં 365 ઓલઆઉટ થયું હતું. ભારતે ઈંગ્લેન્ડ પર 160 રનની લીડ લીધી છે. વોશિંગ્ટન સુંદર 96 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. અક્ષર પટેલ 43 રન બનાવી રન આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસનને 3 અને જેક લિચને 2 સફળતા મળી હતી.
લંચ સમયે ઈંગ્લેન્ડનો સ્કરો વિના વિકેટ 6 રન છે. તેઓ બીજી ઈનિંગમાં હજુ ભારતથી 154 રન પાછળ છે. સિબ્લી 1 અને ક્રાઉલી 5 રને રમતમાં છે. લંચ સેશનના અંતિમ બોલ પર મોહમ્મદ સિરાજ ઘાયલ થયો હતો. તે દર્દથી કણસતો જોવા મળ્યો હતો. તેના હાથના અંગુઠામાં ઈજા થઈ હતી.
ઈગ્લેન્ડના પ્રથમ ઈનિંગમા 205 રનના જવાબમાં ભારતે 365 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 101 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement