IND vs ENG 5th T20 : ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરને કોહલી સાથે મેદાન પર થઈ ગયો ઝગડો, કોહલીએ આંગળી દેખાડીને કહ્યું, યુ......
India Win T20 Series: ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી.
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રાત્રે રમાયેલી પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 36 રનથી પરાજય આપીને 3-2 થી શ્રેણી જીતી લીધી હતી. ભારતે 20 ઓવરોમાં 2 વિકેટે 224 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે 20 ઓવરોમાં 8 વિકેટે 188 રન કર્યા હતા.
ઇંગ્લેન્ડ તરફથી બટલર 34 બોલમાં બે ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 52 અને મલાન 46 બોલમાં 68 રન સાથે રમતા હતા ત્યારે જીતવાની આશા રાખતું હતું બંને 130 રનની ભાગીદારી 12.5 ઓવરોમાં નોંધાવી હતી. ભુવનેશ્વર કુમારે બટલરને 52 રને આઉટ કરતાં ઈંગ્લેન્ડના પતનની શરૂઆત થઈ હતી. બટલર પંડ્યાના હાથે કેચ આઉટ થઈને પેવેલિયન પરત ફરતો હતો ત્યારે કોહલી સાથે દલીલ થઈ હતી.
બટલરની વાતને લઇ કોહલી તેના પર ભડકયો હતો અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ બટલર પણ રોકાઇ ગયો હતો અને કહોલી સાથે દલીલ કરવા પિચ તરફ આવ્યો હતો. બંને વચ્ચે શું વાતચીત થઈ તેનું કારણ જાણી શકાયું નથી. જે બાદ કોહલી એમ્પાયર સાથે વાત કરતો નજરે પડ્યો હતો.
ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી.
ભારતે જીતી સતત છઠ્ઠી સીરિઝ
ટીમ ઈન્ડિયાની ટી 20ક્રિકેટમાં આ સતત છઠ્ઠી શ્રેણીની જીત છે. આ પહેલા ભારતે ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારત છેલ્લી 9 સીરિઝથી અજેય રહ્યું છે. ટીમ ઈન્ડિયાને ફેબ્રુઆરી 2019 માં ટી20 શ્રેણીમાં છેલ્લી હાર મળી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેને માત આપી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને બે મેચની ટી 20 શ્રેણીમાં ક્લિન સ્વીપ કર્યું હતું.
ગુજરાત ભાજપના ટોચના ધારાસભ્યનો દાવો, ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો કેમ કે.............
Coronavirus News: મહારાષ્ટ્રથી સુરત આવેલા કેટલા લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ? આંકડો જાણીને ચોંકી જશો