શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs ENG: ભારતના કયા બોલરે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગના પ્રથમ બોલે જ લીધી વિકેટ, જાણો વિગત
India vs England 1st Test Day 4 Update: ઈંગ્લેન્ડને 241 રનની તોતિંગ લીડ મળી હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો નહોતો
![IND Vs ENG: ભારતના કયા બોલરે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગના પ્રથમ બોલે જ લીધી વિકેટ, જાણો વિગત India vs England: Know which England batsman out on first ball of second innings IND Vs ENG: ભારતના કયા બોલરે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગના પ્રથમ બોલે જ લીધી વિકેટ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/08135110/ind-v-eng-test4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વીટર)
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડને 241 રનની તોતિંગ લીડ મળી હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો નહોતો. વોશિંગ્ટન સુંદર 85 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેસે 4, જેલ લીચ, જેમ્સ એન્ડરસન અને જોફ્રા આર્ચરે 2-2 વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે અશ્વિનની વિકેટ પડવાની સાથે જ ભારત જલદીથી ઓલઆઉટ થઈ જશે તે નિશ્ચિત થઈ ગયું હતું. અશ્વિન અને સુંદરે સાતમી વિકેટ માટે 80 રન ઉમેર્યા હતા. આ પાર્ટનરશિપને જેક લીચે તોડી હતી.
241 રનની લીડ સાથે બીજી ઈનિંગમાં રમવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર રોરી બર્ન્સને અશ્વિને પ્રથમ બોલે જ રહાણેના હાથમાં કેચ આઉટ કરાવી દીધો હતો.
કેવો રહ્યો ત્રીજો દિવસ
ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. વૉશિંગટન સુંદર 33 રન અને આર. અશ્વિન 8 રને રમતમાં હતા. રિષભ પંતે 91, ચેતેશ્વર પુજારાએ 73 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 6 રન, શુભમન ગિલ 29 રન, વિરાટ કોહલી 11 રન, રહાણે 1 રન બનાવી આઉટ થયા હતા. જોફ્રા આર્ચરે 2 અને બેસે 4 વિકેટ ઝડપી હતી.
ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 578 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 218 રન, સિબ્લીએ 87 રન, સ્ટોકેસે 82 રન બનાવ્યા હતા. ઈશાંત શર્મા અને નદીમને 2-2, બુમરાહ-અશ્વિનને 3-3 સફળતા મળી હતી.
ભારતીય ટીમ
શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ
ઇંગ્લેન્ડની ટીમ
રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion