Ind vs Eng T20I: યુજવેંદ્ર ચહલે રચ્યો ઈતિહાસ, આ મામલે જસપ્રીત બુમરાહને પાછળ છોડ્યો
Ind vs Eng T20I Series: ઈંગ્લેન્ડન સામેની પ્રથમ ટી 20 મેચમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયના નસ્ટાર સ્પિનર યુજવેંદ્ર ચહલે ઈતિહાસ રચવામાં સફળતા મેળવી છે.
Ind vs Eng T20I Series: ઈંગ્લેન્ડન સામેની પ્રથમ ટી 20 મેચમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયના નસ્ટાર સ્પિનર યુજવેંદ્ર ચહલે ઈતિહાસ રચવામાં સફળતા મેળવી છે. ચહલ ટી20 ફોર્મેટમાં જસપ્રીત બુમરાહને પાછળ છોડી ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે.
યુજવેંદ્ર ચહલે પ્રથમ ટી20 મુકાબલામાં જોસ બટલરની વિકેટ લીધી હતી. આ વિકેટ સાથે ઈન્ટરનેશનલ ટી20માં ચહલની વિકેટની સંખ્યા 60ન થઈ ગઈ છે. ટી20 ઈન્ટનરનેશનલમાં જસપ્રીત બુમરાહ 50 મેચમાં 59 વિકેટ ઝડપી ચૂક્યો છે.
ખાસ વાત એ છે કે ઈંગ્લેન્ડ સામે યુજવેંદ્ર ચહલે પોતાની 100મી ઈન્ટરનેશનલ ક્રિકટ મેચ પણ રમી. ચહલે વર્ષ 2016માં જિમ્બાબ્વ સામે ઈન્ટરનેસનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 54 વનડે મેચ રમતા યુજવેંદ્ર ચહલ 92 વિકેટ ઝડપી ચૂક્યો છે.
ઈન્ડિયાએ પ્રથમ ટી20 મેચમાં ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 124 રન બનાવ્યા હનતા. ઈંગ્લેન્ડે આ ટાર્ગેટને માત્ર વિકેટ ગુમાવી અને 27 બોલ બાકી રહેતા ચેઝ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાર સામે બેટ્સમેનને જવાબદાર ગણાવ્યા હતા. વિરાટ કોહલીનું કહેવું છે કે બેટ્સમેન પીચને સમજવામાં નિષ્ફળ રહ્યા. ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ રવિવારે રમાશે.