IND vs NED: ટીમ ઇન્ડિયાએ નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું
India vs Netherlands LIVE Score: વર્લ્ડકપમાં લીગ સ્ટેજની 45મી અને છેલ્લી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે
LIVE
Background
India vs Netherlands LIVE Score: વર્લ્ડકપમાં લીગ સ્ટેજની 45મી અને છેલ્લી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અજેય છે. તેણે તેની તમામ આઠ મેચ જીતી છે. બીજી તરફ નેધરલેન્ડની ટીમે આઠમાંથી બે મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા પૉઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને નેધરલેન્ડ 10માં સ્થાન પર છે. રોહિત શર્માની ટીમની નજર સેમિફાઇનલ પહેલા છેલ્લી લીગ મેચ જીતવા પર રહેશે.
ભારતની શાનદાર જીત
ભારતની નેધરલેન્ડ સામે શાનદાર જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડને 160 રને હરાવ્યું છે. ભારત તરફથી આજે 9 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. રોહિત અને વિરાટ કોહલીને આજે એક એક વિકેટ મળી હતી.
વિરાટ કોહલીને સફળતા મળી
વિરાટ કોહલીએ બેટિંગ બાદ બોલિંગમાં પણ પોતાની તાકાત દેખાડી હતી. ભારતીય દિગ્ગજે સ્કોટ એડવર્ડ્સને આઉટ કર્યો હતો. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ પાંચમી વિકેટ છે. તો બીજી તરફ, હવે નેધરલેન્ડનો સ્કોર 26 ઓવર પછી 4 વિકેટે 119 રન છે. હાલમાં, ડચ ટીમ માટે એન્ગલબ્રાન્ડ અને બાસ ડી લીડે ક્રિઝ પર છે.
રવિન્દ્ર જાડેજાએ મેક્સ ઓડેડને આઉટ કર્યો
રવિન્દ્ર જાડેજાએ નેધરલેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. મેક્સ ઓડેડને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ આઉટ કર્યો હતો. મેક્સ ઓડેડ 42 બોલમાં 30 રન બનાવ્યા હતા. નેધરલેન્ડનો સ્કોર 15.1 ઓવરમાં 3 વિકેટે 72 રન છે.
ભારતે નેધરલેન્ડને જીત માટે આપ્યો 411 રનનો ટાર્ગેટ
ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યર (128 અણનમ) અને કેએલ રાહુલ (102)એ સદી ફટકારી હતી. આ વર્લ્ડકપમાં ભારતનો બીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આ પહેલા શુભમન ગીલ 51, રોહિત શર્મા 61 અને વિરાટ કોહલીએ 51 અડધી સદી ફટકારી હતી. ODI ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના ટોચના 5 ખેલાડીઓએ 50થી વધુ રન બનાવ્યા છે. કેએલ રાહુલે માત્ર 62 બોલમાં સદી ફટકારી હતી. રાહુલ હવે ભારત માટે વિશ્વમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
ભારતનો સ્કૉર 368-3
48 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 368 રન છે. શ્રેયસ અય્યર 104 અને કેએલ રાહુલ 88 રને રમી રહ્યા છે. બંને આસાનીથી ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યા છે.