શોધખોળ કરો
આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
ભારતે પ્રથમ બે ટી20 મેચ જીતી લીધી છે, જેથી ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને પ્રથમવાર ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીતવા પર રહેશે
![આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે india vs new zealand 3rd t20i match from hamilton આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/29141717/Matchhh-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝની આજે ત્રીજી ટી20 મેચ રમાવવાની છે. આજની મેચ બન્ને ટીમો વચ્ચે ખાસ મહત્વની છે. કેમકે ભારતે પ્રથમ બે ટી20 મેચ જીતી લીધી છે, જેથી ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને પ્રથમવાર ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીતવા પર રહેશે, વળી ન્યૂઝીલેન્ડ આજની ટી20 જીતીને સીરીઝમાં ટકી રહેવા પ્રયાસ કરશે. જાણો ક્યારે ને ક્યાંથી થશે ત્રીજી ટી20 મેચનુ લાઇવ પ્રસારણ....
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમયાનુસાર મેચ બપોરે 12.30 કલાકે શરૂ થશે, જ્યારે ટૉસ 11.50 વાગે થશે.
મેચનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકશો. ઓનલાઇન સ્ટ્રીમિંગ જોવા માટે હૉટ સ્ટાર પર જઇ શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)