શોધખોળ કરો

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

8મા પગાર પંચને લઈ છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. 8મું પગાર પંચની ભલામણોની કર્મચારીઓ અને પેન્શનધારકો છેલ્લા ઘણા  સમયથી રાહ જોઈ રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચમાં પેન્શનરોની પેન્શન પર ચર્ચા ચાલી રહી છે.
  • 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓનો પેન્શનનો સમાવેશ શક્ય.
  • સંગઠનો ToR બદલવાની માંગ કરે છે, હજુ નિર્ણય નથી.

8th Pay Commission: 8મા પગાર પંચને લઈ છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. 8મું પગાર પંચની ભલામણોની કર્મચારીઓ અને પેન્શનધારકો છેલ્લા ઘણા  સમયથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાથે સતત થઈ રહેલી બેઠકોને કારણે પગાર અને પેન્શનમાં મોટા ફેરફારની આશા વધી છે. હવે સામે આવેલા સંકેતોને કારણે નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોની પેન્શનને લઈને પણ નવી આશા જાગી છે.

1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શનનો સમાવેશ થઈ શકે

લાઇવમિન્ટના અહેવાલ અનુસાર, 8મા પગાર પંચના નિયમો (ToR) માં ફેરફાર કરીને 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શનને પણ તેના દાયરામાં સામેલ કરવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.

પેન્શન યોજનામાં થઈ શકે છે બદલાવ

કેટલાક કર્મચારી અને પેન્શનર સંગઠનો  જેમાં ભારત પેન્શનર સમાજ (BPS) અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) લાંબા સમયથી સરકાર સમક્ષ 8મા પગાર પંચના ToRમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે.  અહેવાલ મુજબ, 8મા પગાર પંચની આગામી બેઠકોમાં કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે ચર્ચા થવાની શક્યતા છે. રાજસ્થાનમાં 31 ઓગસ્ટ અને તમિલનાડુમાં 7 સપ્ટેમ્બરે બેઠકો યોજાવાની છે. ત્યારબાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ચેન્નાઈ અને પુડુચેરીમાં પણ બેઠકો યોજાવાની માહિતી સામે આવી છે.

પેન્શનર સંગઠનોની મુખ્ય માંગ શું છે?

સંગઠનોની સૌથી મોટી માંગ એ છે કે 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની પેન્શન પણ ફરીથી નક્કી કરવામાં આવે. સંગઠનોનું કહેવું છે કે 8મા પગાર પંચમાં માત્ર વર્તમાન કર્મચારીઓના પગાર પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. જૂના પેન્શનરો અને તેમના પરિવારજનોના હિતોને પણ તેમાં સામેલ કરવા જોઈએ.

પેન્શનર સંગઠનોએ ToRમાં વપરાયેલા 'અનફંડેડ કૉસ્ટ ઓફ નૉન-કૉન્ટ્રિબ્યૂટરી પેન્શન સ્કીમ' જેવા શબ્દોને દૂર કરવાની પણ માંગ કરી છે. તેમના મતે પેન્શન નિવૃત્ત કર્મચારીઓની આર્થિક સુરક્ષા છે અને તેને માત્ર સરકાર પરના ખર્ચ તરીકે જોવી યોગ્ય નથી.

શું 8મા પગાર પંચના નિયમોમાં ફેરફાર થઈ શકે?

હા, ToRમાં ફેરફાર કરવાની શક્યતા નકારી શકાય નહીં. અગાઉના પગાર પંચોના ToRમાં પણ જરૂરિયાત મુજબ ફેરફારો કરવામાં આવ્યા છે. 5મા પગાર પંચના ToRમાં 1995-96 દરમિયાન ચાર વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. 6મા પગાર પંચના ToRમાં બે વખત ફેરફાર થયો હતો. જ્યારે 7મા પગાર પંચના ToRમાં પણ સપ્ટેમ્બર 2015માં ફેરફાર કરવામાં આવ્યો હતો.

આથી, જો સરકાર નિર્ણય લે તો 8મા પગાર પંચના દાયરામાં જૂના પેન્શનરોની પેન્શનનો સમાવેશ કરવા માટે ToRમાં ફેરફાર કરી શકે છે. જોકે, હાલ આ માત્ર માંગ અને સંભાવનાના સ્તરે છે અને સરકારના સત્તાવાર નિર્ણયની રાહ જોવી પડશે. 

Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
Embed widget