શોધખોળ કરો

IND vs NZ: આજે વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં ટકરાશે ભારત અને ન્યૂઝીલેન્ડ, જાણો બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલમાં ટકરાશે. બંને વચ્ચે 15 નવેમ્બર, બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. સેમિફાઇનલમાં બંન્ને ટીમો તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ દ્વારા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પાસેથી 4 વર્ષનો બદલો પણ લેવા માંગશે. તો ચાલો જાણીએ કે આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પીચ રિપોર્ટ.    

પિચ રિપોર્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટોસ વધુ મહત્વની ભૂમિકા ભજવશે નહીં, કારણ કે અત્યાર સુધી રમાયેલી 27 વન-ડે  મેચોમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 14માં જીત મેળવી છે અને રનનો પીછો કરતી ટીમે 13 મેચ જીતી છે. જ્યારે છેલ્લી 10 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર અને રનનો પીછો કરતી ટીમોએ 5-5 મેચ જીતી છે.

જો કે, અહીં રન ચેઝ મુશ્કેલ હોઈ શકે છે કારણ કે ગ્રાઉન્ડ પર પ્રથમ દાવમાં સૌથી વધુ 438 રન થયા છે. સૌથી મોટો રન ચેઝ 292 રન હતો. જોકે વર્લ્ડ કપમાં વાનખેડે મેદાન પર ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળી છે. આ ફાસ્ટ બોલરે ટૂર્નામેન્ટમાં 6.60ની ઈકોનોમી સાથે 47 વિકેટ લીધી છે. જ્યારે સ્પિનરો 5.9ની ઈકોનોમીમાં રન ખર્ચીને માત્ર 11 વિકેટ લઈ શક્યા હતા.                        

ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ આ વખતે 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ પર વર્ચસ્વ જમાવતી જોવા મળી હતી. ભારતે ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો જીતી છે.                         

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

કેન વિલિયમ્સન (કેપ્ટન), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (વિકેટકીપર), માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Embed widget