IND vs NZ WTC Final: ખરાબ રોશનીના કારણે બીજા દિવસની મેચ રદ, ભારતનો સ્કોર 146/3
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વલ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. મેદાન વધારે ભીનું હોવાને કારણે પ્રથમ દિવસની રમત રદ્દ કરવી પડી હતી.
Background
IND Vs NZ WTC 2021 Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વલ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. સાઉથેમ્પ્ટનમાં રમાઈ રહેલા આ મેચમાં જોકે વરસાદને કારણે પ્રથમ દિવસે ટોસ પણ થઈ શક્યો ન હત શુક્રવારે સાઉથેમ્પ્ટનમાં આખો દિવસ વરસાદ પડ્યો હતો. બીજા સેશન બાદ વરસાદ રોકાઈ ગયો ત્યારે થોડો સમય એવું લાગ્યું કે મેચ શરૂ થવાની સંભાવના બની હતી. પરંતુ મેદાન વધારે ભીનું હોવાને કારણે પ્રથમ દિવસની મેચ રદ્દ કરવી પડી હતી.
કોહલી 44 અને રહાણે 29 રન બનાવી નોટઆઉટ
ખરાબ રોશીના કારણે બીજા દિવસની મેચ 64.4 ઓવર થઈ શકી. ભારતે 3 વિકેટના નુકસાન પર 146 રન બનાવી લીધા છે. કોહલી 44 અને રહાણે 29 રન બનાવી નોટઆઉટ છે.
ખરાબ રોશનીના કારણે મેચ રોકાઈ
રહાણે અને કોહલી ટીમના સ્કોરને આગળ વધારી રહ્યા છે. સતત ખરાબ રોશનીના કારણે મેચ રોકાઈ છે. અમ્પાયર્સે ખરાબ રોશનીના કારમે મેચ રોકી દિધી છે. 58.4 ઓવર બાદ ભારતીય ટીમ 3 વિકેટ ગુમાવી 134 રન બનાવી લીધા છે.



















