Emerging Asia Cup Final: ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાન Aએ ભારત Aને 128 રને હરાવ્યું
Emerging Teams Asia Cup 2023 Final IND A vs PAK A: ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ની ફાઇનલમાં પાકિસ્તાન A એ ભારત A ને 128 રનથી હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાને ટાઈટલ પર કબજો કર્યો.
Emerging Teams Asia Cup 2023 Final IND A vs PAK A: ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ની ફાઇનલમાં પાકિસ્તાન A એ ભારત A ને 128 રનથી હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાને ટાઈટલ પર કબજો કર્યો. પ્રથમ બેટિંગ કરતા ટીમે ભારત સામે 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 224 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. અભિષેક સિવાય કોઈ પણ ભારતીય ખેલાડી અડધી સદી ફટકારી શક્યો નહોતો. પાકિસ્તાન તરફથી તૈયબ તાહિરે સદી ફટકારી હતી.
India 'A' fought hard with the bat but fall short in the chase.
— BCCI (@BCCI) July 23, 2023
They finish the #ACCMensEmergingTeamsAsiaCup as Runners-up 👏👏
Scorecard - https://t.co/qztT65tDLs #ACC pic.twitter.com/e4x0usYIma
પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરતી ભારતીય ટીમ માટે સાઈ સુદર્શન અને અભિષેક ઓપનિંગ કરવા આવ્યા હતા. સુદર્શન 28 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે અભિષેકે અડધી સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. નિકિન જોસ 11 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન યશ ધુલે 4 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. નિશાંત સિંધુ 9 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હર્ષિત રાણાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. રાજ્યવર્ધન 11 રન બનાવીને આઉટ થયો હતો. માનવ સુથાર 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.
પાકિસ્તાન તરફથી સુફીયાન મુકીમે 3 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 66 રન આપ્યા હતા. અરશદ ઈકબાલે 7 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. મેહરાન મુમતાઝ અને મોહમ્મદ વસીમ જુનિયરે પણ બે-બે વિકેટ લીધી હતી. મુબાસિર ખાને એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાને ભારતને જીતવા માટે 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A એ ભારત A ને 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી તૈયબ તાહિરે શાનદાર સદી ફટકારી હતી. તેણે 108 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત સાહિબજાદા ફરહાને 65 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારત તરફથી રિયાન પરાગ અને રાજ્યવર્ધને 2-2 વિકેટ ઝડપી હતી. નિશાંત સિંધુ, માનવ સુથાર અને હર્ષિત રાણાને પણ એક-એક વિકેટ મળી હતી.
ઓપનર સેમ અયુબ અને સાહિબજાદા ફરહાને પાકિસ્તાન Aને સારી શરૂઆત અપાવી હતી. આ બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. અયુબે 51 બોલનો સામનો કર્યો અને 59 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ફરહાને 62 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઉમર યુસુફે 35 રનનું યોગદાન આપ્યું હતું. તાહિરે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. તેણે 71 બોલમાં 108 રન બનાવ્યા હતા. તાહિરની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સ સામેલ હતી.