શોધખોળ કરો

Ind vs Pak: હૈદરને આઉટ કરીને હાર્દિક પંડ્યાએ માત્ર સ્માઈલ આપી અને મહેફિલ લૂંટી લીધી, જુઓ Video

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા.

Hardik Video Viral: T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમે પોતાના બંને ઓપનરની વિકેટ સાવ સસ્તામાં ગુમાવી દીધી હતી. આ પહેલાં ટીમ ઈન્ડિયાના બલરોએ પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

હાર્દિક પંડ્યાએ માત્ર સ્માઈલ આપી....

પાકિસ્તાન સામે બોલિંગ કરતાં હાર્દિક પંડ્યાએ 14મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. 13.2 ઓવર પર શાદાબ ખાન આઉટ થયો હતો. ત્યાર બાદ તરત જ ઓવરના અંતિમ બોલ પર હૈદર અલી પણ દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. આ વિકેટ ઝડપીને હાર્દિક પંડ્યાએ હૈદર અલી સામે માત્ર એક સ્માઈલ આપી હતી અને ઉભો રહી ગયો હતો. હાર્દિક પંડ્યાના આ મજાકીયા અંદાજનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, હૈદર અલી માત્ર 2 રન બનાવીને જ પવેલિયન પરત ફર્યો હતો. હૈદર અલી આઉટ થયો ત્યારે પાકિસ્તાનનો સ્કોર 98 રન પર 5 વિકેટ હતી.

પાકિસ્તાનની થઈ હતી નબળી શરૂઆત

પાકિસ્તાનની શરૂઆત નબળી થઈ હતી. કેપ્ટન બાબર આઝમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. રિઝવાન 4 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ઈફ્તિખાર અહેમદ અને મસૂદે ત્રીજી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરી હતી. 14મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું.

પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. શાન મસૂદે સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. શાહિન આફ્રિદીએ 7 બોલમાં 16 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપે 32 રનમાં 3, હાર્દિક પંડ્યાએ 30 રનમાં 3 અને મોહમ્મદ શમીએ 25 રનમાં 1, ભુવનેશ્વર કુમારે વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget