શોધખોળ કરો

Asia Cup 2023: પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો જોવા મળ્યો છે દબદબો, જાણો એશિયા કપમાં કેવો છે રેકોર્ડ?

India vs Pakistan Record: આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે અને તેમાં કુલ 13 મેચ રમાશે

India vs Pakistan Record: એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થશે. તેની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવશે. તેની કેટલીક મેચો પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધી પાકિસ્તાન પર જીત મેળવી છે. આ બંન્ને ટીમો 2 સપ્ટેમ્બરે સામ સામે ટકરાશે.

આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે અને તેમાં કુલ 13 મેચ રમાશે. જો આપણે ટૂર્નામેન્ટના વન-ડે ફોર્મેટની મેચો પર નજર કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 13 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. જ્યારે તેમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

જો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ઓવર ઓલ વન-ડે મેચની વાત કરીએ તો તેમાં પાકિસ્તાનનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 132 વનડે રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 55 મેચ જીતી છે, જ્યારે 73 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે  મેચ જૂન 2019માં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 89 રને વિજય થયો હતો. વર્લ્ડ કપ 2019ની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાની ટીમ 6 વિકેટ ગુમાવીને 212 રન જ બનાવી શકી હતી. તેને ડકવર્થ-લુઈસ નિયમથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતે છેલ્લી ત્રણ વનડેમાં સતત પાકિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ સપ્ટેમ્બર 2018માં રમાયેલી મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. આ પછી આ જ મહિનામાં પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. આ બંન્ને મેચ દુબઈમાં રમાઈ હતી.

આગામી વનડે વર્લ્ડકપ 2023ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. વનડે વર્લ્ડકપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, અને આનું આયોજન આ વખતે ભારત કરશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હવે આનું નવું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15મીને બદલે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સહિત 9 મેચોના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ

પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!

વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો

ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ થયા બટાકાના ખેડૂતો બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કલાકારોનો વિક્રમી વિવાદHarsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને શું આપી ચેતવણી?Ahmedabad Anti Social Elements : અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ!, આતંકની ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!

તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી

વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકોર, 'હું અણવર બનવા તૈયાર છું, જો કોઇને...'

શાળાઓમાં ધર્માંતરણને લઈને મોરારી બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું, જાણો સરકારે શું આપ્યો જવાબ

Embed widget