IND vs PAK: આફ્રીદીનો રેકોર્ડ તોડવાથી ચૂક્યો Rohit Sharma, આઉટ થઈને પણ ચાહકોના દિલ જીત્યા
દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. એશિયા કપ 2022ની સુપર ફોર મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી હતી.
India vs Pakistan Rohit Sharma Asia Cup 2022 Dubai : દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. એશિયા કપ 2022ની સુપર ફોર મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓ 28-28 રન બનાવીને આઉટ થયા હતા. રોહિતે તોફાની ઇનિંગ્સ રમી હતી. તેની બેટિંગ જોઈને ચાહકોના દિલ ખુશ થઈ ગયા. પરંતુ રોહિત શાહિદ આફ્રિદીનો એક ખાસ રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે રાહુલ અને રોહિત ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. આ દરમિયાન રોહિતે 16 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે આ ઈનિંગની મદદથી એશિયા કપમાં 25 છગ્ગા પૂરા કર્યા. પરંતુ તે આફ્રિદીનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો. આફ્રિદીએ આ ટૂર્નામેન્ટમાં 26 સિક્સર ફટકારી છે. આ મામલામાં રોહિત બીજા સ્થાને રહ્યો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામેની મેચમાં રોહિત અને રાહુલ વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. આ બંને ખેલાડીઓએ સાથે મળીને 31 બોલમાં 54 રનની ભાગીદારી કરી હતી. જેમાં રાહુલે 15 બોલનો સામનો કરીને 28 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રોહિતે 16 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. રાહુલનો અંગત સ્કોર 20 બોલમાં 28 રન હતો. તેણે 2 સિક્સર અને 1 ફોર ફટકારી હતી.
એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા -
શાહિદ આફ્રિદી - 26
રોહિત શર્મા - 25
સનથ જયસૂર્યા - 23
સુરેશ રૈના - 18
મહેન્દ્ર સિંહ ધોની - 16
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો
દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર-4ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત રમીને પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. T20 આંતરરાષ્ટ્રીયમાં આ તેનો 32મો 50 પ્લસ સ્કોર છે. આ સાથે તે T20માં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
પાકિસ્તાન તરફથી શાદાબ ખાને બે વિકેટ ઝડપી હતી. હરિસ રઉફ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ હસનૈન અને નસીમ શાહે એક-એક વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ઓપનિંગ જોડી કેએલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી.