શોધખોળ કરો

ODI World Cup 2023 Schedule: ભારત-પાકિસ્તાન મેચ માટે વર્લ્ડકપના કાર્યક્રમમાં થશે મોટા ફેરફાર, એક નહી પરંતુ આ છ મેચનું શિડ્યૂલ બદલાઇ શકે છે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરમાં આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરમાં આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ કાર્યક્રમમાં નવરાત્રિના તહેવારને કારણે ભારત-પાકિસ્તાન સહિત 6 મેચો બદલાશે. નોંધનીય છે કે ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ તે 14 ઓક્ટોબરે કરવામાં આવશે

પાકિસ્તાનની 2 મેચમાં ફેરફાર થશે

આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભારત-પાકિસ્તાન મેચની માત્ર તારીખ બદલાશે. પરંતુ હવે સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ભારત-પાકિસ્તાન મેચ સહિત કુલ 6 મેચોના કાર્યક્રમમાં પરંતુ ફેરફાર કરવામાં આવશે.  નવરાત્રિના કારણે સૌથી મોટો ફેરફાર એ છે કે 15ને બદલે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ યોજાશે. આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાનની બીજી મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે. જ્યારે ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 9 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાનાર મેચ હવે 12 ઓક્ટોબરે રમાઈ શકે છે.

હવે આ મેચ 15 ઓક્ટોબરે યોજાશે.

આ સિવાય 14 ઓક્ટોબરે બપોરે દિલ્હીમાં રમાનાર ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ સવારે યોજાશે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 14 ઓક્ટોબરની સવારે રમાનારી મેચને 15 ઓક્ટોબરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય 9 ઓક્ટોબરે પણ મેચ યોજાય તેવી શક્યતા છે. ICC વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કરી શકે છે. નોંધનીય છે કે ભારત દ્વારા આયોજિત થનારો ICC વર્લ્ડ કપ 2023  5 ઓક્ટોબરથી શરૂ થશે. તેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

વર્લ્ડ કપની આ મોટી મેચોમાં ફેરફાર થશે

- ભારત Vs પાકિસ્તાન: 15 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર શિફ્ટ થશે

- પાકિસ્તાન Vs શ્રીલંકાઃ 12 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર શિફ્ટ થશે

- ન્યૂઝીલેન્ડ Vs નેધરલેન્ડ્સઃ  9 ઑક્ટોબરથી 12 ઓક્ટોબર શિફ્ટ થશે

- ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાનઃ ઑક્ટોબર 14 સવારમાં શિફ્ટ થઈ શકે છે

- ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ: 14 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર - ડબલ હેડર ડેમાંથી એક મેચ 9 ઑક્ટોબરમાં શિફ્ટ થઇ શકે છે.

જય શાહે પણ મેચ પર મોટું નિવેદન આપ્યું હતું

હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શિડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને તે ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી. 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. એક સૂત્રએ કહ્યું હતું કે એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લઈશું.

ટોપ સ્ટોરી

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget