IND vs PAK: UAEમાં પાકિસ્તાન વિરુદ્ધ કેવો રહ્યો ભારતનો રેકોર્ડ, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?
રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે

IND vs PAK Head To Head In Dubai: ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત સાથે શરૂઆત કરી હતી. ભારતીય ટીમે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું. હવે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમશે. રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. જોકે, ક્રિકેટ ચાહકોની નજર ભારત-પાકિસ્તાન મેચ પર છે, પરંતુ શું તમે જાણો છો કે દુબઈમાં કઈ ટીમનો હાથ ઉપર રહ્યો છે? પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ અહીં કેવો રહ્યો છે?
દુબઈમાં કઈ ટીમનો હાથ ઉપર રહ્યો છે?
વાસ્તવમાં આંકડા દર્શાવે છે કે દુબઈમાં ભારત સામે પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો છે. અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન દુબઈમાં 28 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં પાકિસ્તાને ભારતને 19 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમ માત્ર 9 વાર પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી છે. જોકે, આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મોહમ્મદ રિઝવાનના નેતૃત્વ હેઠળની પાકિસ્તાની ટીમનો હાથ ઉપર છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમનું વર્તમાન ફોર્મ પાકિસ્તાન કરતા સારું છે. તેથી આ આંકડાઓ છતાં ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી શકે છે.
વન-ડે ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાનનો હેડ ટુ હેડ રેકોર્ડ શું છે?
વન-ડે ફોર્મેટમાં પાકિસ્તાનનો એકંદરે હાથ ઉપર છે. અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વન-ડે ફોર્મેટમાં 135 વખત એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. જેમાં પાકિસ્તાને ભારતને 73 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 57 વાર હરાવ્યું છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વનડે ફોર્મેટમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ સારો છે. જોકે, હવે બંને ટીમો ફરી એકવાર દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર શરૂઆત કરી છે. આજે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 21 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીતના મુખ્ય હીરો શુભમન ગિલ રહ્યા હતા, જેમણે અણનમ 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીએ બાંગ્લાદેશના બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરીને પાંચ વિકેટ ઝડપી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
