IND vs SA 1st Test Predicted XI: અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત ઋષભ પંત હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ ટેસ્ટ શ્રેણીથી શરૂ થઈ રહ્યો છે, જેની પહેલી મેચ શુક્રવાર 14 નવેમ્બરથી શરૂ થશે. અક્ષર પટેલને કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનારી આ ટેસ્ટમાંથી બહાર બેસવું પડી શકે છે. ધ્રુવ જુરેલ રમે તેવી સંભાવના છે. સહાયક કોચે પુષ્ટી કરી હતી કે જુરેલ અને પંત સાથે રમી શકે છે. બીસીસીઆઈએ પુષ્ટી કરી હતી કે નીતિશ કુમાર રેડ્ડીએ બહાર બેસવું પડશે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) November 12, 2025
Nitish Kumar Reddy released from India’s squad for the first Test.
Nitish will join the India A squad for the One-day series against South Africa A in Rajkot and will return to #TeamIndia squad for the second Test post the conclusion of the 'A' series.
Details 🔽…
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત ઋષભ પંત હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને લગભગ ત્રણ મહિના પછી પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. તેથી એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા કોલકાતામાં ત્રણ ઝડપી બોલરો અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતારી શકે છે.
નીતિશ કુમાર રેડ્ડીને શા માટે બહાર કરવામાં આવ્યો?
નીતિશ કુમાર રેડ્ડીને ફક્ત પ્રથમ ટેસ્ટમાંથી જ બહાર કરવામાં આવ્યો છે, જોકે તેનું કારણ ઈજા નથી. નીતિશ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ ઘાયલ થયો હતો. કોલકાતા પહોંચ્યા પછી તેમણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. તે કદાચ પ્લેઇંગ ઇલેવનમાં ન હોત તેથી બીસીસીઆઈએ તેને દક્ષિણ આફ્રિકા-એ સામે રમવા માટે ટીમમાંથી રીલિઝ કર્યો હતો.
બીસીસીઆઈએ એક અપડેટ આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, "નીતીશ રાજકોટમાં દક્ષિણ આફ્રિકા-એ સામેની વનડે શ્રેણી માટે ઈન્ડિયા-એ ટીમમાં જોડાશે અને સીરિઝ પૂર્ણ થયા પછી બીજી ટેસ્ટ માટે ઈન્ડિયા-એ ટીમમાં પાછો ફરશે."
ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવન કોમ્બિનેશનમાં ત્રણ સ્પિનર રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવનો સમાવેશ થઈ શકે છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ બે ફાસ્ટ બોલર હશે. ભારતીય ટીમના સહાયક કોચ રયાન ટેન ડોશેટે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા-એ સામે બે સદી ફટકારનાર ધ્રુવ જુરેલ આ અઠવાડિયે રમશે. તેમણે એમ પણ કહ્યું હતું કે નીતીશ કદાચ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકશે નહીં.
ઋષભ પંત કે ધ્રુવ જુરેલ: વિકેટકીપર કોણ હશે?
હવે મોટો પ્રશ્ન એ છે કે જો ધ્રુવ જુરેલ અને ઋષભ પંત બંને પ્લેઇંગ ઇલેવનમાં હશે તો કોણ વિકેટકીપિંગ કરશે. પંત વિકેટકીપર રહેશે તેવી શક્યતા છે, કારણ કે જો તે સંપૂર્ણપણે ફિટ ન હોય તો મેનેજમેન્ટ તેને મેદાનમાં ઉતારવામાં ઉતાવળ કરે નહીં.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.




















