IND vs SA T20 Series: વરસાદના કારણે રદ થઈ ટી20 સીરીઝની અંતિમ મેચ, 2-2ની બરાબરી સાથે સીરીઝ પૂર્ણ
સીરીઝની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી.
India vs South Africa, 5th T20I Bengaluru: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20I શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી. સીરીઝની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ 3.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા હતા. પરંતુ તે પછી વરસાદના કારણે રમત શરૂ થઈ શકી ન હતી.
સીરીઝ 2-2થી ડ્રો થઈઃ
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે મેચ રદ્દ થતાં પહેલા 28 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ઈશાન કિશને 7 બોલમાં 15 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર પણ ફટકારી હતી. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 10 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. જ્યારે રિષભ પંત એક રન પર અણનમ રહ્યો હતો. જોકે ત્યાર બાદ સતત વરસાદ વરસ્યો હતો. જેના કારણે મેચ રમાઈ શકી ન હતી અને 5 મેચોની ટી20 સીરીઝ 2-2થી ડ્રોમાં પરીણમી હતી.
ભારતે છેલ્લી બે મેચો જીતીઃ
ટીમ ઈન્ડિયાને શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે જીત મેળવી હતી. જ્યારે કટકમાં રમાયેલી બીજી મેચ આફ્રિકાની ટીમે 4 વિકેટે જીતી લીધી હતી. આ પછી ભારતે બાજી પલટી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 48 રને જીતી લીધી હતી. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. સીરીઝની ચોથી મેચ રાજકોટમાં રમાઈ હતી, જે ભારતે 82 રને જીતી હતી. આ પછી છેલ્લી મેચનું આયોજન બેંગ્લોરમાં કરાયું હતું પરંતુ વરસાદના કારણે સીરીઝની અંતિમ મેચ રદ કરવામાં આવી હતી.
🚨 Update 🚨
Play has heen officially called off.
The fifth & final @Paytm #INDvSA T20I has been abandoned due to rain. #TeamIndia pic.twitter.com/tQWmfaK3SV — BCCI (@BCCI) June 19, 2022