Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
રાજકોટના સોની કારીગર અશ્વિન આડેસરાની આત્મહત્યા કેસમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે. 30 લાખનું સોનુ પડાવવાના સોની વેપારીના આરોપમાં રાજકોટ એ ડિવિઝનના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા. કિશન આહીર અને ભગીરથસિંહ ઝાલાને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા તો એ ડિવિઝન પોલીસે ધર્મેશ પારેખની અટકાયત કરી. ફરિયાદીએ જ પોલીસને આરોપી ધર્મેશ પારેખનું લોકેશન આપ્યું હતું. આરોપીને લીંબડી પોલીસને સોંપવામાં આવશે. આરોપ છે કે પોલીસના ત્રાસથી કંટાળીને અશ્વિનભાઈએ ગયા મહિને લીંબડીમાં જઈને આત્મહત્યા કરી લીધી. ચાર સોની વેપારીઓએ હિરેન આડેસરા પર ચોરી કર્યાનો આરોપ લગાવ્યો હતો. હિરેન આડેસરાનું કહેવું છે કે તેણે સોનાની કોઈ ચોરી નથી કરી. ઉલટાનું મજૂરીના બાકી રૂપિયા લેવાના છે, પરંતુ તેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિશન આહીર અને ભગીરથસિંહ ઝાલા નામના બે પોલીસકર્મીએ તેને અને તેના પિતાને ઢોર માર માર્યો. સાથે જ તેમની પાસે રહેલું 30 લાખનું સોનુ ઝુંટવી લીધું. હિરેન આડેસરાના પિતાએ લીંબડીમાં જઈ આત્મહત્યા કરી લેતા ચાર સોની વેપારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.