શોધખોળ કરો

IND vs SA: સાઉથ આફ્રિકા સામે આ યુવા ક્રિકેટરોને મળી શકે છે મોકો, હાર્દિક કે ધવન બની શકે છે કેપ્ટન

India vs South Africa: શિખર ધવનને 9 જૂનથી 19 જૂન વચ્ચે રમાનારી ટી-20 શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે

IND vs SA: આઇપીએલ 2022 બાદ ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમશે. ઉમરાન મલિક અને મોહસીન ખાન જેવા યુવા ખેલાડીઓને આ સિરિઝમાં તક આપવામાં આવી શકે છે. આ બંને ફાસ્ટ બોલરોએ આઈપીએલ 2022માં સારો દેખાવ કર્યો છે. આ ઉપરાંત અનુભવી શિખર ધવન અને દિનેશ કાર્તિક પણ ટીમમાં વાપસી કરી શકે છે.

ધવનને સોંપાઈ શકે છે કેપ્ટનશિપ

જૂન મહિનામાં જ ભારતની મુખ્ય ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થશે અને તમામ મુખ્ય ખેલાડીઓ આ ટીમનો ભાગ બનશે. આવી સ્થિતિમાં શિખર ધવનને 9 જૂનથી 19 જૂન વચ્ચે રમાનારી ટી-20 શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ધવન અગાઉ શ્રીલંકા પ્રવાસમાં ભારતની બી ટીમની કેપ્ટન્સી સંભાળી ચૂક્યો છે. તે સમયે પણ મુખ્ય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી.

હાર્દિક પંડ્યા પણ કરી શકે છે વાપસી

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ બાદ પહેલી વખત ભારત તરફથી રમતો જોવા મળી શકે છે. તેને સાઉથ આફ્રિકા સામેની ટી-20 ટીમમાં પણ સામેલ કરવામાં આવી શકે છે.  તેણે આઈપીએલમાં સારો દેખાવ કરીને પોતાનું ફોર્મ અને ફિટનેસ પણ બતાવી છે. તે નિયમિત બોલિંગ કરતો રહ્યો છે જે ભારતીય ટીમમાં તેની વાપસીનો પ્રયાસ કરવા માટે જરૂરી હતું. પસંદગીકારોની સામે ધવન ઉપરાંત હાર્દિક પંડયા અન્ય કેપ્ટન્સી વિકલ્પ છે, જેના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે આઇપીએલમાં શાનદાર દેખાવ કર્યો છે.

બોલર્સમાં કોને મળી શકે છે મોકો

ભારતના યુવા ડાબોડી ફાસ્ટ બોલરોએ આઇપીએલ 2022માં શાનદાર દેખાવ કર્યો છે અને તેમને ભારતીય ટીમમાં તક આપવામાં આવી શકે છે. હૈદરાબાદના ટી નટરાજનથી માંડીને દિલ્હીના ખલીલ અહમદ, પંજાબના અર્શદીપ સિંઘ અને લખનઉના મોહસીન ખાને શાનદાર દેખાવ કર્યો છે. આમાંથી કોઈ પણ ખેલાડીને તક આપી શકાય છે. અર્શદીપ સિંહે ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેનો યોર્કર પણ સચોટ છે. આવી સ્થિતિમાં તેને ભારતીય ટીમમાં તક મળે તેવી શક્યતા સૌથી વધુ છે.

દીપક હૂડા અને વેંકટેશ અય્યરને વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે તક આપવામાં આવી હતી. બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં પસંદગીકારો આ બંનેને તક આપે છે કે, હાલના ફોર્મને વધુ મહત્વ આપે છે, તે જોવું રસપ્રદ બની રહેશે. દિનેશ કાર્તિકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ફિનિશર તરીકે કમાલ કરી છે અને સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં તક મળવાની શક્યતા ઘણી વધારે છે. તેના સિવાય રાહુલ તેવટિયાને પણ આ સ્થળે તક આપવામાં આવી શકે છે, જેણે આ સિઝનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ગુજરાતને જીત અપાવી હતી.

યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પણ શાનદાર ફોર્મમાં છે અને 'કુલ્ચા' ટીમ ઇન્ડિયામાં પરત ફરવાની પૂરી શક્યતા છે. આ શ્રેણી દ્વારા પસંદગીકારો ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે કોર ટીમ તૈયાર કરવા ઈચ્છશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament Winter Session 2024: ભારત-ચીન સબંધોની સ્થિતી પર  સંસદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો જવાબGondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Embed widget