IND vs SL 3rd T20 : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝ 3-0થી કબજે કરી
T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે.
LIVE
Background
T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારત તરફથી બેટિંગ કરતા શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 9 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી.
ભારતે ત્રીજી T20Iમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી શ્રેણી 3-0થી કબજે કરી
ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે શાનદાર ઈનિંગ રમતા 45 બોલમાં 73 રન ફટકાર્યા હતા.
ભારતને પહેલો ઝટકો લાગ્યો, રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો
ભારતની પ્રથમ વિકેટ પડી. રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. ચમીરાએ તેને પેવેલિયનમાં મોકલી દીધો.
શ્રીલંકાએ ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો
T-20 સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. ધર્મશાલામાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અવેશ ખાન અને મોહમ્મદ સિરાજે સારી બોલિંગ કરી હતી.
શ્રીલંકાની પાંચમી વિકેટ પડી, હર્ષલ પટેલે ચંદીમલને આઉટ કર્યો
શ્રીલંકાને પાંચમો ઝટકો લાગ્યો હતો. ચાંદીમલ 25 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. તેને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો.
રવિ બિશ્નોઈએ શ્રીલંકાને ચોથો ઝટકો આપ્યો
શ્રીલંકાની ચોથી વિકેટ ઝેનિથ લિયાનેજના રૂપમાં પડી હતી. તેને રવિ બિશ્નોઈએ આઉટ કર્યો હતો.