શોધખોળ કરો

IND vs SL 3rd ODI: ભારતની નજર શ્રીલંકાના વ્હાઇટ વોશ પર, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનના સ્થાને સંજુ સેમસન તથા યુઝવેંદ્ર ચહલના સ્થાને રાહુલ ચહરનો સમાવેશ થઈ શકે છે.

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે બીજી વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમાં રમાઈ હતી.  રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી હતી. શુક્રવારે ત્રીજી અને અંતિમ વન ડે રમાશે અને ભારતની નજર વ્હાઇટ વોશ પર રહેશે.

ભારતની અંતિમ વન ડેમાં બે ફેરફાર કરી શકે છે અને બે નવોદીત ખેલાડીને તક આપી શકે છે. ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનના સ્થાને સંજુ સેમસન તથા યુઝવેંદ્ર ચહલના સ્થાને રાહુલ ચહરનો સમાવેશ થઈ શકે છે. ફાસ્ટ બોલિંગમાં કોઈ ફેરફાર થાય તેમ લાગતું નથી. તેને જોતા ગુજરાતી ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન, પૃથ્વી શો, સંજુ સેમસન, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ

બીજી વન ડેમાં ચહર-ભુવનેશ્વરની જોડીએ શ્રીલંકાને જીતથી રાખ્યું વંચિત

બીજી વન ડેમાં દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી હતી. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.

આ મેચમાં શ્રીંલકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 275 રન બનાવ્યા હતા.   અસલંકાએ શ્રીલંકા તરફથી સર્વાધિક 65 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ-ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી.

ભારતે શ્રીલંકા સામે સળંગ 9મી દ્વિપક્ષીય સીરીઝ જીતી

ધવનની કેપ્ટન્સી હેઠળની ભારતની યુવા ટીમ શ્રીલંકા સામેની બીજી વન ડે જીતવાની સાથે સળંગ 9મી દ્વિપક્ષીય સીરીઝ જીતી હતી. ભારતીય ટીમ વિન્ડિઝ સામે સળંગ ૧૦ દ્વિપક્ષિય શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. એક દેશ સામે સૌથી વધુ ૧૧ વન ડે  શ્રેણી જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે, જે તેમણે ઝિમ્બાબ્વે સામે રમી-રમીને નોંધાવ્યો છે. શ્રીલંકાની ટીમ છેલ્લે ઓગસ્ટ, ૧૯૯૭માં ભારત સામેની ૪ વન ડેની દ્વિપક્ષિય શ્રેણી ૩-૦થી જીત્યું હતુ. જે પછી બંને દેશો વચ્ચે રમાયેલી ૧૧માંથી એક પણ વન ડે શ્રેણી શ્રીલંકા જીતી શક્યું નથી. ૧૧માંથી ૯ શ્રેણી ભારતના નામે રહી છે, જ્યારે બે શ્રેણી ડ્રો થઈ છે. ભારતની શ્રીલંકા સામેની વન ડે શ્રેણીની વિજયકૂચ ૨૦૦૭માં શરૂ થઈ હતી, જે હજુ આગળ વધી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
Embed widget