IND vs WI, 1st Test LIVE: અશ્વિને વેસ્ટ ઈન્ડિઝને આપ્યો 7મો ઝટકો, અલઝારી જોસેફ 4 રન બનાવી આઉટ
India vs West Indies, Day 1 Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

Background
India vs West Indies, Day 1 Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. બંને ટીમો પ્રથમ ટેસ્ટ માટે ડોમિનિકામાં આમને-સામને જોવા મળશે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ત્રિનિદાદમાં રમાશે. જોકે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. અમે તમને અહીં આ મેચ સંબંધિત લેટેસ્ટ સમાચાર સાથે અપડેટ રાખીશું. આ મેચની લાઈવ અપડેટ્સ માટે ABP લાઈવ સાથે જોડાયેલા રહો.
વેસ્ટ ઈન્ડિઝને 7મો ઝટકો લાગ્યો
વેસ્ટ ઈન્ડિઝની 7મી વિકેટ અલ્ઝારી જોસેફના રૂપમાં પડી હતી. તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિચંદ્રન અશ્વિને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 52.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે..
વેસ્ટ ઈન્ડિઝને પાંચમો ઝટકો લાગ્યો
વેસ્ટ ઈન્ડિઝની પાંચમી વિકેટ પડી. જોશુઆ 2 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને શિકાર બનાવ્યો હતો. ટીમે 31.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં જાડેજાએ બીજી વિકેટ લીધી હતી.



















