શોધખોળ કરો

IND vs WI: કિંગની તોફાની બેટિંગથી વેસ્ટ ઇન્ડિઝે પાંચમી ટી-20 મેચ જીતી, સાત વર્ષ બાદ ભારત સામે જીતી સીરિઝ

India vs West Indies 5th T20I: ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો

India vs West Indies 5th T20I: વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારત સામેની 5 મેચની ટી-20 સીરિઝની છેલ્લી મેચ આઠ વિકેટથી જીતી લીધી. આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝે સીરિઝ 3-2થી જીતી લીધી હતી. પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ તરફથી બ્રેન્ડન કિંગે અણનમ 85 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને 47 રનની ઇનિંગ રમી હતી.

કિંગ અને પૂરને ઝડપી રન બનાવ્યા

166 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પોતાની પ્રથમ વિકેટ માત્ર 12 રનના સ્કોર પર કાઈલ મેયર્સના રૂપમાં ગુમાવી હતી. આ પછી બેટિંગ કરવા ઉતરેલા નિકોલસ પૂરને છેલ્લી 2 ઇનિંગ્સની નિષ્ફળતાને ભૂલીને સકારાત્મક બેટિંગ શરૂ કરી હતી.

પૂરને અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં સિક્સર ફટકારી હતી, જ્યારે તે પછી હાર્દિક પંડ્યાની ઓવરમાં સતત 2 સિક્સ ફટકારીને ઝડપી રન બનાવવાની શરૂઆત કરી હતી. પૂરન અને કિંગે સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવી ટીમનો સ્કોર 61 સુધી પહોંચાડ્યો હતો.

અહીંથી બંનેએ ઝડપી રન બનાવવાની શરૂઆત કરી હતી અને મેચમાં એકતરફી જીત મેળવી હતી. ખરાબ હવામાનને કારણે જ્યારે મેચ 12.3 ઓવર પછી રોકવામાં આવી ત્યારે વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 117 રન હતો. આ પછી રમતની શરૂઆત સાથે વેસ્ટ ઇન્ડિઝે પૂરનના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો હતો. પૂરન 47 રન બનાવી આઉટ થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝે શ્રેણી જીતી

નિકોલસ પૂરન પેવેલિયન પરત ફર્યા બાદ શાઈ હોપ બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં ટીમને 18 ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી. કિંગે 85 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે હોપે પણ 22 રન બનાવ્યા હતા. ભારત તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહ અને તિલક વર્માને 1-1 વિકેટ મળી હતી.

સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી

જો આ મેચમાં ભારતીય ટીમની ઇનિંગની વાત કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવની 61 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલ પાંચ અને શુભમન ગિલ 9 રન બનાવી આઉટ થયા હતા. તિલક વર્માએ 27 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા 14 અને સંજુ સેમસન માત્ર 13 રન જ બનાવી શક્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે 4 જ્યારે જેસન હોલ્ડર અને અકીલ હુસૈને 2-2 વિકેટ ઝડપી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો

Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો

Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'

Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો

Embed widget