શોધખોળ કરો

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.

India Tour of Zimbabew 2024: T20 ક્રિકેટ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા (T20 World Cup winner Team India) પાંચ દિવસ બાદ ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે. જોકે, આ તે ટીમ નહીં હોય જેણે ટાઈટલ જીત્યું હોય. ખરેખર, ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના (India Tour of Zimbabwe 2024) પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેમાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે, જે 6 જુલાઈથી શરૂ થશે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર શુભમન ગિલ (Shubhman Gill) ભારતીય કેપ્ટન હશે.

તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. બીજી T20 મેચ 7મી જુલાઈએ, ત્રીજી T20 મેચ 10મી જુલાઈએ, ચોથી T20 મેચ 13મી જુલાઈએ અને પાંચમી અને અંતિમ T20 મેચ 14મી જુલાઈએ રમાશે. T20 શ્રેણીની તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.

પ્રસારણ અને સ્ટ્રીમિંગ વિગતો જાણો

ભારત વિ ઝિમ્બાબ્વે T20 શ્રેણી અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પ્રસારિત થશે. ભારતીય ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઈવ મેચનો આનંદ માણી શકે છે. મેચોનું ટીવી પર સોની ટેન 3 (હિન્દી) અને સોની ટેન 4 (તમિલ/તેલુગુ) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ 'સોની લિવ' એપ પર ઉપલબ્ધ હશે, જેના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે.

IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં રાયન પરાગ, અભિષેક શર્મા, તુષાર દેશપાંડે, ખલીલ અહેમદ, ધ્રુવ જુરેલ, અવેશ ખાન, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. BCCIએ ઝિમ્બાબ્વેમાં તદ્દન નવા ખેલાડીઓ મોકલવાની જાહેરાત કરી છે.

નીતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે બહાર

આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો રહેલા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે હવે તે ઈજાના કારણે ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર છે. તેની જગ્યાએ શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, રેડ્ડીને કઈ પ્રકારની ઈજા થઈ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા - શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ. ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget