INDW vs AUSW : ભારતે રોક્યો ઓસ્ટ્રેલિયાનો વિજય રથ, જાણો સળંગ કેટલી મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા હાર્યુ
INDW vs AUSW: આ પહેલા કાંગારુ ટીમ સતત 26 વન ડે જીત્યું હતું, ભારત મેચ જીતવા છતાં ઓસ્ટ્રેલિયા 2-1થી વન ડે શ્રેણી વિજેતા બન્યું હતું.
સિડનીઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાના મહિલા ટીમને ત્રીજી વન ડેમાં બે વિકેટથી હાર આપી હતી. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો વન ડેમાં વિજય રથ પણ રોક્યો હતો. આ પહેલા કાંગારુ ટીમ સતત 26 વન ડે જીત્યું હતું, ભારત મેચ જીતવા છતાં ઓસ્ટ્રેલિયા 2-1થી વન ડે શ્રેણી વિજેતા બન્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાને મેચ જીતાડવામાં ઝૂલન ગોસ્વામી અને પૂજા વસ્ત્રકરે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં શેફાલી વર્મા (59 રન) અને યાસ્તિકા ભાટિયા(64 રન)એ દમદાર બેટિંગ કરી હતી.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ મૂનેના 52, ગાર્ડનરના 67, મેકગ્રાના 47 રનની મદદથી 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 264 રન બનાવ્યા હતા. ભારત તરફતી ઝુલન ગોસ્વામીએ 37 રનમાં, પુજા વસ્ત્રકરે 46 રનમાં 3 અને સ્નેહ રાણાએ 56 રનમાં 1 વિકેટ ઝડપી હતી. ભારતની ટીમે 49.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઓપનર શેફાલી વર્માએ 56, યાસ્તિકા ભાટિયાએ 64, દિપ્તી શર્માએ 31, સ્નેહ રાણાએ 30 રન બનાવ્યા હતા.
That is it!⁰⁰⚡️
Came agonisingly close in the 2nd ODI but have crossed the finish line NOW. #TeamIndia win the 3rd ODI by 2 wickets after a thrilling chase and with it end Australia’s marathon 26-match unbeaten streak. #AUSvIND pic.twitter.com/4b7QJxvX5w — BCCI Women (@BCCIWomen) September 26, 2021
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ગુજરાતી ક્રિકેટરના પિતાનું થયું નિધન, જાણો વિગત
23 વર્ષની રીસર્ચર યુવતીએ ડોલ્ફિન સાથે માણ્યું સેક્સ, બંને અલગ થતાં આઘાતમાં ડોલ્ફિને કરી લીધો આપઘાત, જાણો અનોખી લવ સ્ટોરી..
IPL 2021, Point Table: દિલ્હી કેપિટલ્સ ટોચ પર, જાણો મુંબઈ ઈન્ડિયન્સ કેટલામાં ક્રમે