IPL 2021, Point Table: દિલ્હી કેપિટલ્સ ટોચ પર, જાણો મુંબઈ ઈન્ડિયન્સ કેટલામાં ક્રમે
IPL 2021: આઈપીએલના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ટોપ 5માંથી ફેંકાઈ ગઈ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ ફરીથી નંબર વન ટીમ બની ગઈ છે.
IPL 2021 Updates: ગઈકાલે રમાયેલા ડબલ હેડર મુકાબલા બાદ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ થયો હતો. આઈપીએલના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ટોપ 5માંથી ફેંકાઈ ગઈ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ ફરીથી નંબર વન ટીમ બની ગઈ છે.
દિલ્હી કેપિટલ્સ 10 મેચમાં 16 પોઇન્ટ સાથે ટોચ પર છે. જ્યારે 9 મેચમાં 14 પોઇન્ટ સાથે ચેન્નઈ સુપરકિંગ્સ બીજા ક્રમે છે. રોચલે ચેલેન્જર્સ બેંગ્લોર 10 પોઇન્ટ સાથે ત્રીજા અને કોલકાતા નાઇટ રાઇડર્સ 9 મેચમાં 8 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. પંજાબ કિંગ્સે પણ યુએઈમાં શાનદાર દેખાવ કરીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. પંજાબ 10 મેચમાં 8 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 9 મેચમાં 8 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. રાજ્સ્થાન રોયલ્સના પણ 9 મેચમાં 8 પોઇન્ટ છે અને તે સાતમા નંબર પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 9 મેચમાં 2 પોઇન્ટ સાથે સૌથી નીચલા ક્રમે છે.
Here's how the Points Table looks after Match 37 of the #VIVOIPL 👇#SRHvPBKS pic.twitter.com/SyQ52iqkNA
— IndianPremierLeague (@IPL) September 25, 2021
આજે ચેન્નઈ પાસે ફરીથી નંબર વન બનવાની તક
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ બાદ પ્લે ઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત કરવાના ઈરાદા સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આજે બપોરે 3.30 કલાકે કોલકાતા નાઈટરાઈડર્સ સામે ટકરાશે. બંને ટીમો યુએઈમાં શરૃ થયેલા આઇપીએલના બીજા તબક્કામાં સળંગ બે મુકાબલા જીતી ચૂકી છે અને તેઓ આ સિલસિલો જારી રાખવા માટે ઉત્સુક છે. ધોનીની કેપ્ટન્સી હેઠળ ચેન્નાઈ તો જીતનો જુસ્સો જારી રાખતાં પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરવા માટે ઉત્સુક છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની નજર ટોપ-થ્રીમાં સ્થાન મેળવવા તરફ છે.ચેન્નાઈ જીતશે તો તે ફરી પોઈન્ટ ટેબલમાં નંબર વન બનશે.
સાંજે રોહિત-કોહલી વચ્ચે મુકાબલો
ટી-૨૦ વર્લ્ડ કપ બાદ કેપ્ટન તરીકે રાજીનામું આપવા જઈ રહેલા વિરાટ કોહલીની ટીમનો મુકાબલો આઇપીએલમાં આજે ટીમ ઈન્ડિયાના ભાવિ ટી-૨૦ કેપ્ટન તરીકે ફેવરિટ મનાતા રોહિત શર્માની ટીમ સામે થશે. ટી-૨૦ના દિગ્ગજ કેપ્ટન્સ તરીકેની ઓળખ ધરાવતા બે ધુરંધરોના આમને-સામને મુકાબલામાં ભારતના ટી-૨૦ વર્લ્ડ કપના સ્ટાર્સ પણ ઉતરશે, જેના પર ક્રિકેટ જગતની નજર રહેશે.