વન-ડે વર્લ્ડકપ 2023માં ભારત કુલ 9 મેચ રમશે, જાણો કઈ તારીખે કોની સામે ટકરાશે ટીમ ઇન્ડિયા
સેમીફાઈનલ પહેલા આ વર્લ્ડકપમાં ભારતની કુલ 9 મેચ રમાવાની છે જેમાંથી એક મેચ હાઈવોલ્ટેજ રહેવાની જેમાં 15 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં ટકારશે.
ICC ODI World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારત દ્વારા યોજવામાં આવશે, જેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. અગાઉ, ભારતે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. મંગળવારે મુંબઈમાં 13મા ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના કારણે વિલંબ
વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં વિલંબ થયો છે. આ વિલંબ પાકિસ્તાનના કારણે થયો છે. પાકિસ્તાને સ્થળને લઈને વાંધો ઉઠાવ્યો હતો. જો કે, ICC અને BCCI પાકિસ્તાનને આંચકો આપીને કાર્યક્રમની જાહેરાત કરી છે.
સેમીફાઈનલ પહેલા આ વર્લ્ડકપમાં ભારતની કુલ 9 મેચ રમાવાની છે જેમાંથી એક મેચ હાઈવોલ્ટેજ રહેવાની જેમાં 15 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં ટકારશે.
ભારતની વર્લ્ડકમાં મેચ
તમામ મેચો 12 મેદાન પર રમાશે
ODI વર્લ્ડ કપની તમામ મેચો ભારતમાં 12 મેદાનો પર રમાશે. તે અંતિમ છે. વર્લ્ડ કપ માટે આ મેદાનોને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.
ફાઈનલ અમદાવાદમાં યોજાશે
ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. સેમી ફાઈનલ મેચો મુંબઈ અને કોલકાતામાં રમાવાની છે. જો ભારત સેમીફાઈનલમાં પહોંચે છે તો તે મેચ મુંબઈમાં જ રમાશે.
ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ શરૂ થશે
ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. પ્રથમ મેચ અમદાવાદના મેદાન પર જ રમાવાની છે. આ મેદાન પર છેલ્લી મેચ પણ રમાશે.
15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની સૌથી મોટી મેચ 15 ઓક્ટોબરે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે એક લાખથી વધુ દર્શકો મેદાનમાં પહોંચે તેવી શક્યતા છે.
ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે
ODI વર્લ્ડ કપમાં પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે રમાશે. બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. સેમી ફાઈનલ મુંબઈ અને કોલકાતામાં જ્યારે ફાઈનલ અમદાવાદમાં રમાશે.
ICC વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ
5 ઑક્ટોબર - ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ - અમદાવાદ
6 ઓક્ટોબર - પાકિસ્તાન vs ક્વોલિફાયર -1 - હૈદરાબાદ
7 ઑક્ટોબર - બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન - ધર્મશાલા
8- ઓક્ટોબર - ભારત vs ઓસ્ટ્રેલિયા - ચેન્નાઈ
9 ઑક્ટોબર - ન્યુઝીલેન્ડ vs ક્વોલિફાયર-1 હૈદરાબાદ
10 ઑક્ટોબર - ઇંગ્લેન્ડ vs બાંગ્લાદેશ - ધર્મશાલા
11- ઓક્ટોબર- ભારત vs અફઘાનિસ્તાન- દિલ્હી
12- ઓક્ટોબર – પાકિસ્તાન vs ક્વોલિફાયર-2 – હૈદરાબાદ
13- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા - લખનૌ
14 ઓક્ટોબર - ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ - ચેન્નાઈ
15- ઑક્ટોબર - ભારત vs પાકિસ્તાન - અમદાવાદ
16- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર-2 - લખનૌ
17- ઓક્ટોબર - દક્ષિણ આફ્રિકા vs ક્વોલિફાયર-1 - ધર્મશાલા
18 ઑક્ટોબર - ન્યુઝીલેન્ડ vs અફઘાનિસ્તાન - ચેન્નાઈ
19 ઓક્ટોબર – ભારત vs બાંગ્લાદેશ – પુણે
20 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન – બેંગ્લોર
21- ઓક્ટોબર - ઈંગ્લેન્ડ - દક્ષિણ આફ્રિકા - મુંબઈ
22- ઓક્ટોબર - ક્વોલિફાયર-1 vs ક્વોલિફાયર-2 - લખનૌ
23 ઑક્ટોબર - ભારત vs ન્યુઝીલેન્ડ - ધર્મશાલા
24- ઓક્ટોબર - દક્ષિણ આફ્રિકા vs ક્વોલિફાયર-2 - દિલ્હી
25- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર-1 દિલ્હી
26 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ vs ક્વોલિફાયર-2 – બેંગ્લોર
27 ઓક્ટોબર – પાકિસ્તાન vs દક્ષિણ આફ્રિકા – ચેન્નાઈ
28 ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ - ધર્મશાલા
29 ઑક્ટોબર - ભારત vs ઈંગ્લેન્ડ - લખનૌ
30 ઓક્ટોબર – અફઘાનિસ્તાન vs ક્વોલિફાયર-2 – પુણે
31- ઓક્ટોબર - પાકિસ્તાન vs બાંગ્લાદેશ - કોલકાતા
1 નવેમ્બર - ન્યુઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકા - પુણે
2- નવેમ્બર - ભારત vs ક્વોલિફાયર-2 - મુંબઈ
3- નવેમ્બર - અફઘાનિસ્તાન vs ક્વોલિફાયર-1 - લખનૌ
4- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ – અમદાવાદ
4- નવેમ્બર - ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન - બેંગ્લોર
5- નવેમ્બર - ભારત vs દક્ષિણ આફ્રિકા - કોલકાતા
6- નવેમ્બર - બાંગ્લાદેશ vs ક્વોલિફાયર-2 - દિલ્હી
7- નવેમ્બર - ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન - મુંબઈ
8- નવેમ્બર – ઈંગ્લેન્ડ vs ક્વોલિફાયર-1 – પુણે
9- નવેમ્બર - ન્યુઝીલેન્ડ vs ક્વોલિફાયર -2 - બેંગ્લોર
10- નવેમ્બર - દક્ષિણ આફ્રિકા vs અફઘાનિસ્તાન - અમદાવાદ
11- નવેમ્બર – ભારત vs ક્વોલિફાયર-1 – બેંગ્લોર
12- નવેમ્બર - ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન - કોલકાતા
12- નવેમ્બર - ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ - પુણે
15- નવેમ્બર – સેમિ-ફાઇનલ-1 – મુંબઈ
16- નવેમ્બર- સેમિફાઇનલ-2- કોલકાતા
19- નવેમ્બર- ફાઇનલ- અમદાવાદ