WTC Final: ભારત બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જીતે કે હારે, હજુપણ આ 4 રીતે પહોંચી શકે છે WTCની ફાઇનલમાં...
World Test Championship Final 2025 Equation For Indian Team: જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો ફાઈનલમાં પહોંચવાની તેની આશા હજુ પણ અકબંધ રહેશે
World Test Championship Final 2025 Equation For Indian Team: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25 ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચ મેચોની સીરીઝની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે, જેમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જવાનો રસ્તો ઘણો સરળ બની શકે છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો ફાઈનલમાં પહોંચવાની તેની આશા હજુ પણ અકબંધ રહેશે. તો ચાલો જાણીએ કે ટીમને કોઈ પણ સંજોગોમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની શું આશા છે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 3-1 થી જીત
જો ટીમ ઈન્ડિયા બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 3-1થી જીત મેળવે છે તો આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે સીધી ક્વૉલિફાય થઈ જશે. એટલે કે ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટ અને પછી સિડની ટેસ્ટ પણ જીતવી પડશે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2-1 થી જીત
જો ટીમ ઈન્ડિયા બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2-1થી જીતી જાય છે તો શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ડ્રૉ કરવી પડશે અને પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવવું પડશે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2-2 થી ડ્રૉ
જો બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2-2થી ડ્રૉ થાય છે તો શ્રીલંકાને ઓસ્ટ્રેલિયા સામે જીતવું પડશે અને પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવવું પડશે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 1-1 થી ડ્રૉ
જો બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 1-1થી ડ્રૉમાં સમાપ્ત થાય છે, તો શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવવું પડશે. આ સિવાય પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે 2-0થી જીત નોંધાવવી પડશે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ટીમ ઇન્ડિયાની હાર
જો ટીમ ઈન્ડિયા બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી હારી જશે તો તેનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું સંપૂર્ણપણે ચકનાચૂર થઈ જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઇન્ડિયા બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીનો અંત કેવી રીતે કરે છે અને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે શું આશાઓ બાકી છે.
પોઝિસન
|
ટીમ
|
મેચ |
Points Played
|
Points
|
PCT
|
|||
P | W | L | D | |||||
1 | સાઉથ આફ્રિકા | 10 | 6 | 3 | 1 | 120 | 76 | 63.33 |
2 | ઓસ્ટ્રેલીયા | 15 | 9 | 4 | 2 | 180 | 102 | 60.71 |
3 | ભારત | 17 | 9 | 6 | 2 | 204 | 110 | 57.29 |
4 | ન્યૂઝીલેન્ડ | 14 | 7 | 7 | 0 | 168 | 81 | 48.21 |
5 | શ્રીલંકા | 11 | 5 | 6 | 0 | 132 | 60 | 45.45 |
6 | ઈંગ્લેન્ડ | 22 | 11 | 10 | 1 | 264 | 114 | 43.18 |
7 | પાકિસ્તાન | 10 | 4 | 6 | 0 | 120 | 40 | 33.33 |
8 | બાંગ્લાદેશ(E) | 12 | 4 | 8 | 0 | 144 | 45 | 31.25 |
9 | વેસ્ટ ઈન્ડિઝ (E) | 11 | 2 | 7 | 2 | 132 | 32 | 24.24 |
આ પણ વાંચો