19 વર્ષ પછી ભારતે ઇંગ્લેન્ડને ઘરભેગું કર્યું, ટીમ ઇન્ડિયાની 6 વિકેટે જીત સાથે શ્રેણી પર કબ્જો
19 વર્ષના લાંબા ઇંતજાર પછી, ભારતીય નારીશક્તિએ ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણી જીતીને સૌને ચોંકાવી દીધા છે.

India women cricket win Englan: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીનું (Women T20 series 2025) રિઝલ્ટ તો મેચ પૂરી થાય એ પહેલાં જ આવી ગયું છે, કેમ કે આપણી ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને એના જ ઘરમાં હરાવીને ઇતિહાસ રચી દીધો છે! 19 વર્ષના લાંબા ઇંતજાર પછી, ભારતીય નારીશક્તિએ ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણી જીતીને સૌને ચોંકાવી દીધા છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ 19 વર્ષના દુકાળનો અંત લાવી દીધો છે, ને પાંચ મેચની આ શ્રેણીમાં ભારત 3-1 થી આગળ છે. યાદ રહે, છેલ્લે 2006 માં આપણી ટીમે ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીતી હતી!
બોલિંગમાં કૂટ્યા ને બેટિંગમાં ધુણાવ્યા
માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી T20 મેચમાં, ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો લીધો. પણ એમનો આ ફેંસલો એમને ભારે પડ્યો! ભારતની ઘાતક બોલિંગ સામે બ્રિટિશરોને ઘૂંટણિયે પડવું પડ્યું. ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે ફક્ત 126 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી સોફિયા ડંકલીએ 19 બોલમાં 22 રન બનાવ્યા, જે એમનો સૌથી મોટો સ્કોર હતો.
ભારત માટે રાધા યાદવ ને શ્રી ચારણીએ કમરતોડ બોલિંગ કરી ને 2-2 વિકેટો ઝડપી. એની હારે દીપ્તિ શર્માએ સોફિયા ડંકલીને આઉટ કરીને એક મહત્વની વિકેટ લીધી, ને અમનજોત કૌરે પણ એક વિકેટ ચટકાવી.
શ્રેણી જીતી, ઇતિહાસ બનાવ્યો
જ્યારે ભારતીય ટીમ 127 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી, ત્યારે બધી આશા ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પર હતી. આ બેય ખેલાડીઓએ ભારતને જોરદાર શરૂઆત અપાવી ને જીતનો પાયો નાખી દીધો. મંધાનાએ 31 બોલમાં 32 રન ફટકાર્યા, ને શેફાલી વર્માએ 19 બોલમાં 31 રનની ઝડપી રમત રમી. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 25 બોલમાં 26 રનની મહત્વની ઇનિંગ રમી, ને જેમીના 22 બોલમાં 24 રન બનાવીને અણનમ પાછી ફરી.
આખી ભારતીય ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે, આપણી ટીમે ઇંગ્લેન્ડને એના જ ઘરમાં હરાવ્યું. યાદ રહે, ભારતે 2006 પછી કુલ છ T20 શ્રેણીઓ ઇંગ્લેન્ડ સામે રમી હતી – ત્રણ ભારતમાં ને ત્રણ ઇંગ્લેન્ડમાં – પણ દરેક વખતે હાર જ મળી હતી. પણ આ વખતે, આપણી ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને પછાડીને શ્રેણી જીતી લીધી ને ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખાવી દીધું! જબરું કામ કર્યું આપણી દીકરીઓએ!




















