IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. તેમણે ODI ક્રિકેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે.
India Women vs Ireland Women 3rd ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. તેમણે ODI ક્રિકેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે વિસ્ફોટક સદી ફટકારી હતી. પ્રતિકાએ 154 રનની ઇનિંગ રમી હતી. આ રીતે ભારતે આયર્લેન્ડને 436 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙒𝙄𝙉! 👏 👏
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
A clinical 3⃣0⃣4⃣-run victory to complete a series clean-sweep for #TeamIndia in Rajkot! 💪 💪
Scorecard ▶️ https://t.co/xOe6thhPiL#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/jsmY27Im9i
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા ઓપનિંગ કરવા આવ્યા હતા. પ્રતિકા રાવલે 154 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મંધાનાએ 135 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષે 59 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 10 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડને 436 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ 31.4 ઓવરમાં 131 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
મંધાના-પ્રતિકા વચ્ચે 200 થી વધુ રનની ભાગીદારી -
કેપ્ટન સ્મૃતિ મંધાના અને પ્રતિકાએ મેચની શરૂઆત કરતા ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. આ બંને વચ્ચે 200થી વધુ રનની ભાગીદારી થઈ હતી. મંધાનાએ 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા હતા. આ સાથે પ્રતિકાની તોફાની ઇનિંગ પણ જોવા મળી હતી. તેણે 20 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 154 રન બનાવ્યા હતા.
દીપ્તિ-તનુજાએ ટીમ ઈન્ડિયા માટે બોલિંગમાં અદ્ભુત પ્રદર્શન કર્યું -
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી આયરિશ ટીમ 131 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. તેના માટે સારાહ ફોર્બ્સે 41 રનની ઇનિંગ રમી હતી. ઓરલાએ 36 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં. આ દરમિયાન દીપ્તિ શર્માએ ભારત માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 8.4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. તનુજાએ 9 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. તિતાસ, સયાલી અને મિનુએ 1-1 વિકેટ લીધી હતી.
ODIમાં રનના મામલે મહિલા ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત -
304 રન વિ. આયર્લેન્ડ, રાજકોટ, 2025
249 રન વિ. આયર્લેન્ડ, પોટચેફસ્ટ્રુમ, 2017
211 રન વિ. વેસ્ટ ઈન્ડિઝ, વડોદરા, 2024
207 રન વિ. પાકિસ્તાન, દાંબુલા, 2008
193 રન વિ. પાકિસ્તાન, કરાચી, 2005
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?