IND vs AUS: ઓસ્ટ્રેલિયાને પ્રથમ વનડેમાં ધૂળ ચટાડતા જ ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટ બની ગઈ નંબર વન
ICC Rankings: ભારતીય ટીમે મોહાલી ODI મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ મેચમાં કેએલ રાહુલની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું.
ICC Rankings: ભારતીય ટીમે મોહાલી ODI મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ મેચમાં કેએલ રાહુલની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ મોહાલીમાં 27 વર્ષનો દુષ્કાળ ખતમ કરી દીધો છે. વાસ્તવમાં, ભારતીય ટીમે 27 વર્ષ પછી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચ જીતી છે. આ પહેલા ભારતીય ટીમે નવેમ્બર 1996માં મોહાલીમાં વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, પરંતુ ત્યારથી ટીમ ઈન્ડિયા જીતી શકી ન હતી.
ICC ODI રેન્કિંગમાં ભારતીય ટીમ ટોપ પર પહોંચી
તો બીજી તરફ, પ્રથમ ODI મેચ જીત્યા પછી, ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમ ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં પહેલાથી જ ટોચ પર હતી. આ રીતે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની ગઈ છે. ICC ODI રેન્કિંગમાં ભારતીય ટીમના 115 રેટિંગ પોઈન્ટ છે. ટોપ-5 ટીમોમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
No. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH
ICC ટેસ્ટ અને T20 રેન્કિંગમાં પણ ટીમ ઈન્ડિયા ટોપ પર...
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ 118 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. જ્યારે આ સિવાય અનુક્રમે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો છે. ICC T20 રેન્કિંગમાં ભારતીય ટીમ 264 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડની ટીમ 261 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ પછી, ICC T20 રેન્કિંગમાં અનુક્રમે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો છે. જોકે, ભારતીય ટીમે ICC ટેસ્ટ, ODI અને T20 ફોર્મેટમાં નંબર-1 ટીમ બનીને ઈતિહાસ રચ્યો છે.
પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત
મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આઠ બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.