શોધખોળ કરો
Advertisement
ભારતનો શ્રીલંકા પ્રવાસ રદ્દ, બન્ને દેશોના બોર્ડે માન્યુ હાલ નહીં રમી શકાય સીરીઝ
આઇસીસીએ જણાવ્યુ કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે શ્રીલંકા ક્રિકેટને સૂચિત કર્યુ છે કે ખેલાડીઓ માટે શ્રીલંકા પ્રવાસ પર જવુ સંભવ નથી, કેમકે હાલની પરિસ્થિતિ કોરોના વાયરસની આજુબાજુ ફરી રહી છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ બાદ ફરીથી જલ્દી મેદાન પર ઉતરવાની ભારતની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ રદ્દ થયો છે. આ મહિનાના અંતમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે રવાના થવાની હતી. જોકે, કોરોના મહામારીના કારણે પ્રવાસ રદ્દ થયો છે. ઇન્ટરેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ સમાચારની જાહેરાત સોશ્યલ મીડિયા પર કરી છે.
આઇસીસીએ જણાવ્યુ કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે શ્રીલંકા ક્રિકેટને સૂચિત કર્યુ છે કે ખેલાડીઓ માટે શ્રીલંકા પ્રવાસ પર જવુ સંભવ નથી, કેમકે હાલની પરિસ્થિતિ કોરોના વાયરસની આજુબાજુ ફરી રહી છે.
ભારતને ત્રણ વનડે મેચ રમવાની હતી, અને જૂનમાં શરૂ થનારી ટી20માં શ્રીલંકામાં જ જુલાઇ સુધી રહેવાનુ હતુ. મેચની તારીખોને હજુ જાહેર નથી કરાઇ. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે, જૂન-જુલાઇમાં પ્રવાસમાં જવુ સંભવ નથી અને અમે શ્રીલંકા બોર્ડને જણાવી દીધુ છે. જોકે, અમે સીરીઝ માટે પ્રતિબદ્ધ છીએ.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કહ્યું કે, બીસીસીઆઇએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સૂચિતકર્યુ કે હાલની પરિસ્થિતિના કારણે ક્રિકેટ સીરીઝ,જેમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ સામેલ છે, સંભવ નહી થાય. ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના મહામારીના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં આઠ હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.
એસએલસીએ બીસીસીઆઇને અનુરોધ કર્યો હોત કે પ્રવાસ નક્કી કાર્યક્રમ પર કરવામાં આવશે. બીસીસીઆઇના એક અધિકારીએ 17 મેએ કહ્યું હતુ કે જૂનમાં શ્રીલંકાનો પ્રવાસ અસંભવ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion