Team India ના આ સ્ટાર ક્રિકેટર સાથે થઈ કરોડોની છેતરપિંડી, ક્રિકેટરે જ લગાવ્યો ચૂનો, જાણો વિગત
પંતે હરિયાણાના ક્રિકેટર મૃણાંક સિંહ સામે રૂપિયા 1.6 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ઋષભ પંતને સસ્તા ભાવે લક્ઝુરિયસ ઘડિયાળો અપાવવાની લાલચ આપીને મૃણાંક સિંહે આ ચૂનો લગાવ્યો છે. એક
Rishabh Pant Duped By A Cricketer: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પંતે હરિયાણાના ક્રિકેટર મૃણાંક સિંહ સામે રૂપિયા 1.6 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ઋષભ પંતને સસ્તા ભાવે લક્ઝુરિયસ ઘડિયાળો અપાવવાની લાલચ આપીને મૃણાંક સિંહે આ ચૂનો લગાવ્યો છે. એક ઉદ્યોગપતિ સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં તે પહેલેથી જ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે.
શું છે મામલો
ઋષભ પંતના મેનેજર પુનિત સોલંકીના જણાવ્યા અનુસાર, lsCs બાઉન્સ ચેક દ્વારા તેની સાથે છેતરપિંડી કરી છે. મિડ-ડેના રિપોર્ટ અનુસાર પંતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021માં મૃંકે મને અને મેનેજર સોલંકીને જણાવ્યું હતું કે તેણે લક્ઝરી વોચ, બેગ્સ, જ્વેલરી વગેરેનો બિઝનેસ શરૂ કર્યો છે. તેણે ઘણા ક્રિકેટરોને પણ પોતાના ગ્રાહક ગણાવ્યા હતા. તેણે પંત અને મેનેજરને ખોટા વચનો આપ્યા હતા કે, તે તેમને લક્ઝરી ઘડિયાળો અને અન્ય ચીજવસ્તુઓ સસ્તા ભાવે અપાવી શકે છે. આરોપીની વાત પર વિશ્વાસ કરતા પંતે ફેબ્રુઆરી 2021માં તેને એક લક્ઝરી વોચ અને રિસેલ માટે કેટલીક જ્વેલરી આપી હતી, જે તેણે 65,70,731 રૂપિયામાં ખરીદી હતી. આરોપી દ્વારા હજુ તે પરત કરવામાં આવ્યા નથી.
પંતે શું ખરીદવા માંગતો હતો
મે મહિનાની શરૂઆતમાં જુહુ પોલીસે મૃણાંકની છ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. રિષભ પંત ફ્રેન્ક મુલર વેનગાર્ડ યાચિંગ સિરિઝમાંથી આ ખેલાડી પાસેથી એક ઘડિયાળ ખરીદવા માગતો હતો, જેના માટે તેણે રુપિયા 36.5 લાખ, તેમજ રિચાર્ડ મિલની ઘડિયાળના રુપિયા 62.5 લાખ ચૂકવ્યા હતા.
આઈપીએલમાં પંતની કેપ્ટનશિપ હેઠળ દિલ્હીનો કેવો રહ્યો દેખાવ
આઇપીએલ 2022માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું ન હતું. પંતની કેપ્ટનશીપ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. દિલ્હીએ 14માંથી 7 મેચ જીતી હતી. પંતની ટીમ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં 5માં સ્થાને રહી હતી. ગત મેચમાં પંતના કેટલાક ખોટા નિર્ણયને કારણે ટીમ પ્લેઓફમાં જતા પહોંચતા અટકી ગઈ હતી. પંતને સાઉથ આફ્રિકા સામેની આગામી 5 મેચની ટી-20 શ્રેણી માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ આ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.