શોધખોળ કરો
Advertisement
આ પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય ટીમની કરી ટીકા તો વસિમ જાફરે શું જવાબ આપીને કરી દીધી બોલતી બંધ?
ખરેખરમાં અરશદે ટ્વીટ કરતા લખ્યું હતુ કે ભારતને 50 ઓવરમાં બૉલિંગ કરવામાં ચાર કલાકથી વધુ સમય લાગી જાય છે. વર્લ્ડકપ સુપર લીગમાં દરેક શૉર્ટ ઓવર માટે એક પૉઇન્ટ કપાય છે
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફર આજકાલ સોશ્યલ મીડિયાપર ખુબ એક્ટિવ છે. તે સતત પોતાના ટ્વીટસમાં પોતાની વાત કરે છે, સાથે સાથે કેટલીક મજાકો પણ કરે છે, તે તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. હવે આવામાં તેને એક ટ્વીટમાં પાકિસ્તાનના એક ક્રિકેટર મજહર અરશદે ટ્રૉલ કરી દીધો છે, તેને મજાક મજાકમાં આઇસીસીના વર્લ્ડ કપ સુપર લીગ સાથે જોડાયેલા નિમય વિશે સમજાવી દીધો.
ખરેખરમાં અરશદે ટ્વીટ કરતા લખ્યું હતુ કે ભારતને 50 ઓવરમાં બૉલિંગ કરવામાં ચાર કલાકથી વધુ સમય લાગી જાય છે. વર્લ્ડકપ સુપર લીગમાં દરેક શૉર્ટ ઓવર માટે એક પૉઇન્ટ કપાય છે.
મઝહરના આ ટ્વીટને જાફરે રિટ્વટી કરતા જણાવ્યુ કે ભારત પર આનો કોઇ ફરક નથી પડે કેમકે ભારત 2023 વર્લ્ડકપની યજમાન હોવાના નાતે પહેલા વર્લ્ડકપ માટે ક્વૉલિફાઇ કરી ચૂક્યુ છે.
શું છે વર્લ્ડકપ સુપર લીગ
ભારતમાં 2023માં યોજાનારા વનડે વર્લ્ડકપ માટે ક્વૉલિફિકેશન ટૂર્નામેન્ટ શૂર થઇ ચૂકી છે, આ નિયમ અંતર્ગત આઇસીસીએ વર્લ્ડકપમાં ક્વૉલિફાઇ કરવા માટે વર્લ્ડકપ સુપર લીગની શરૂઆત કરી છે, જેમાં 2020 થી 2022 સુધી 13 ટીમો ભાગ લેશે. જેમની વચ્ચે કુલ 24 મેચો રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં રમાયેલી પ્રથમ વનડે આ અંતર્ગત આવેલી હતી. આમાં ઓસ્ટ્રેલિયાએ જીત નોંધાવી છે, સાથે જ 10 પૉઇન્ટ પણ હાંસલ કરી લીધા છે. વળી, ભારતને એક પણ પૉઇન્ટ નથી મળ્યો અને ધીમી ઓવર રેટના કારણે તેના પૉઇન્ટને નુકશાન થયુ છે.
ભારત વર્લ્ડકપ માટે પહેલાથી ક્વૉલિફાઇ
ખરેખર, આઇસીસી વર્લ્ડકપ નિયમ પ્રમાણે જે દેશમાં વર્લ્ડકપ આયોજિત કરવામાં આવે છે, ત્યાંની ટીમ ઓટોમેટિકલી ક્વૉલિફાઇ કરી લેતી હોય છે. આવામાં આગામી વર્લ્ડકપ 2023માં ભારતમાં રમાવવાનો છે, અને આની જગ્યા પહેલાથી નક્કી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion