Mukesh Kumar Marriage: ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝ રમતો આ ખેલાડી બંધાયો લગ્નના બંધનમાં, સામે આવી લગ્નની પ્રથમ તસવીર
Mukesh Kumar: મુકેશની પત્નીનું નામ દિવ્યા છે. ગોપાલગંજના મુકેશના લગ્ન ગોરખપુરમાં થયા હતા
Mukesh Kumar First Picture: ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મુકેશે તેના લગ્ન માટે મંગળવાર, 28 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાંથી રજા લીધી હતી. હવે તેઓ લગ્નના બંધનમાં બંધાયા છે. ભારતીય ફાસ્ટ બોલરના લગ્નની પ્રથમ તસવીર પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. લગ્નની તસવીરમાં મુકેશ અને તેની પત્ની અદભૂત લાગી રહ્યા છે.
IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે મુકેશ કુમારને અભિનંદન આપતા લગ્નની તસવીર શેર કરી છે. મુકેશની પત્નીનું નામ દિવ્યા છે. ગોપાલગંજના મુકેશના લગ્ન ગોરખપુરમાં થયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુકેશ વરના રૂપમાં જતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે શેરવાની પહેરી છે.
મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઈ રહેલી પાંચ મેચની ટી20 સીરીઝનો ભાગ છે, પરંતુ તેણે ત્રીજી ટી20માં લગ્ન માટે BCCI પાસે રજા માંગી હતી. અગાઉ, તે રમાયેલી બંને T20માં પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતો. ત્રીજી ટી20માં તેના સ્થાને દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે દીપક સમગ્ર શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ રહેશે, પરંતુ મુકેશ કુમારની જગ્યાએ અવેશ ખાનને ત્રીજી T20માં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. મુકેશ રાયપુરમાં રમાનારી ચોથી T20માં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.
Mukesh Kumar, Caught & Bowled ft. Divya Singh 🫶
— Delhi Capitals (@DelhiCapitals) November 29, 2023
Welcome to the DC Family, Divya ♥️ pic.twitter.com/E8Ue3Rglpd
મુકેશની અત્યાર સુધી આવી રહી છે ઈન્ટરનેશનલ અને આઈપીએલ કરિયર
મુકેશે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યુ કર્યું છે. તેણે 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે 1 ટેસ્ટ, 3 ODI અને 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 2, વનડેમાં 4 અને T20 ઈન્ટરનેશનલમાં પણ 4 વિકેટ ઝડપી છે.
આ સિવાય દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા મુકેશ કુમારે 10 આઈપીએલ રમી છે, જેમાં તેણે 46.57ની એવરેજથી 7 વિકેટ લીધી છે. મુકેશે 2023માં જ IPLમાં ડેબ્યૂ કર્યું હતું.
A beautiful wedding video of Indian cricketer Mukesh Kumar. #MukeshKumarpic.twitter.com/4clUb4QE3F
— Ambuj Kumar Pandey (@CricCryptAmbuj) November 29, 2023