શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાએ ટી-20 ટીમમાં 19 વર્ષના મૂળ ભારતીયને લીધો, રશીદ ખાન-ઝમ્પા જેવા સ્પિનરોને પાડી દીધા છે ઝાંખા...
બિગ બેશ લીગમાં જબરદસ્ત પરફોર્મન્સના કારણે ભારતીય મૂળના 19 વર્ષીય સ્પિનર તનવીર સાંગાને ઓસ્ટ્રેલિયન ટી20 સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે, ખાસ વાત છે કે આની બૉલિંગથી રશીદ ખાન અને એડમ ઝમ્પા જેવા સ્ટાર સ્પિનરો પણ ઝાંખા પડી ગયા છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી દિવસોમાં ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ રમવાની છે. આગામી મહિને શરૂ થઇ રહેલી ટી20 સીરીઝમાં ભારતીય મૂળના સ્પિનરને જગ્યા મળી છે. બિગ બેશ લીગમાં જબરદસ્ત પરફોર્મન્સના કારણે ભારતીય મૂળના 19 વર્ષીય સ્પિનર તનવીર સાંગાને ઓસ્ટ્રેલિયન ટી20 સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે, ખાસ વાત છે કે આની બૉલિંગથી રશીદ ખાન અને એડમ ઝમ્પા જેવા સ્ટાર સ્પિનરો પણ ઝાંખા પડી ગયા છે.
બિગ બેશ લીગમાં તનવીર સાંગા સિડની થન્ડર તરફથી રમી રહ્યો છે, અને તેને સિઝનમાં તરખાટ મચાવતા 8.04ની ઇકૉનોમીથી બૉલિંગ નાંખી છે, આ સાથે તેને થર્ડ હાઇએસ્ટ વિકેટો ઝડપી છે. આ પરફોર્મન્સથી રાશીદ ખાન અને એડમ ઝામ્પા પણ ઝાંખા પડી ગયા છે.
ખાસ વાત છે કે, તનવીર સાંગા મૂળ ભારતીય છે, તનવીર સાંગાના પિતા જોગા વર્ષ 1997માં ભારતમાંથી સિડની માઇગ્રેટ થયા હતા. તનવીર સાંગાના પિતાએ સિડનીમાં ટેક્ષી ડ્રાઇવર તરીકે કામ કર્યુ અને બાદમાં સાંગાને ક્રિકેટર બનાવ્યો હતો. તનવીર સાંગાનુ મૂળ ગામ રહીમપુર કલા સાંગિયાન છે જે જાલાંધરથી 20 કિલોમીટર દુર આવેલુ છે.
તનવીર સાંગાના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે અમે ભારતમાં ક્યારેય ક્રિકેટ નહતા દેખતા, અમે કબડ્ડી, વૉલીબૉલ અને ખાસ કરીને કુસ્તી જેવી રમતો જ જોતા હતા. બાદમાં સિડની આવ્યા પછી તનવીર સાંગાને અમે ક્રિકેટના શોખના કારણે ઇન્ગલબર્ન આરએસએલ ક્લબમાં મુક્યો હતો. અહીં તેને ક્રિકેટને લગતા તમામ દાંવ શીખ્યા હતા. હું તનવીરને મારી ટેક્ષીમાં ક્લબમાં મુકવા અને લેવા જતો હતો.
તનવીર સાંગા ઓસ્ટ્રેલિયામાં સિડની થન્ડર, ઓસ્ટ્રેલિયન નેશનલ અંડર-19 ક્રિકેટ ટીમ અને ન્યૂ સાઉથ વેલ્સની ટીમ તરફથી ક્રિકેટ રમી ચૂક્યો છે, હવે તેને ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમમાં સ્થાન મળ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement