શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના ખેલાડી રોહિત શર્માએ મિત્ર પોલાર્ડને કેમ કારમાંથી નીચે ઉતારી દીધો? જાણો કારણ
વન-ડે અને ટી-20 સીરિઝથી પહેલા કેરેબિયન કેપ્ટન કીરોન પોલાર્ડે ભારતીય ટીમનાં વાઈસ કેપ્ટન રોહિત શર્માથી મિત્રતા દોડી નાખી
ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે આવતાં મહિનાથી શરૂ થઈ રહેલી વન-ડે અને ટી-20 સીરિઝથી પહેલા કેરેબિયન કેપ્ટન કીરોન પોલાર્ડે ભારતીય ટીમનાં વાઈસ કેપ્ટન રોહિત શર્માથી મિત્રતા દોડી નાખી છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સાથે રમનારા રોહિત શર્મા અને પોલાર્ડ ઘણાં સારા મિત્રો છે. પરંતુ ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે, પોલાર્ડે ટ્વિટર પર રોહિત શર્માને અનફોલો કરી દીધો છે.

હકીકત એ છે કે, આ ફક્ત એક મજાકનો ભાગ છે અને આને ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે આવતા મહિનાથી શરૂ થઈ રહેલી વન-ડે અને ટી-20 સીરિઝનાં પ્રોમો તરીકે બનાવવામાં આવ્યું છે. જોકે એ કહેવામાં આવી રહ્યું છે કે, આ સીરિઝ પહેલા મિત્ર પણ દુશ્મન બની ગયા છે. આ અંતર્ગત પોલાર્ડે રોહિત શર્માને ટ્વિટર પર અનફોલો કરી દીધો છે.
વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, રોહિત શર્મા એરપોર્ટથી પોલાર્ડને પીકઅપ કરે છે. રસ્તામાં બંને ખેલાડીઓ એફએમ પર ગીત સાંભળી રહ્યા હતા ત્યારે ન્યૂઝમાં જણાવે છે કે, પોલાર્ડ કહે છે કે, ઈન્ડિયાને ઈન્ડિયામાં હરાવવાની ઘણી મજા આવશે. ત્યાર બાદ રોહિત ગાડી રોકે છે અને પોલાર્ડ ગાડીને ધક્કો મારવા નીચે ઉતરે છે. પોલાર્ડનાં નીચે ઉતરતા જ રોહિત તેનો સામાન નીચે ફેંકી દે છે અને પોલાર્ડને છોડીને ગાડી લઈને જતો રહે છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડીઝનો ભારત પ્રવાસ 6 ડિસેમ્બરથી શરૂ થવાનો છે. વેસ્ટ ઈન્ડીઝની સામે ત્રણ મેચોની ટી-20 સીરીઝ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી રમાશે. ત્યારબાદ બંને ટીમો 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ મેચોની વન ડે સીરીઝ રમાશે.Happy #UnfriendshipDay, @KieronPollard55! PS: Sorry about the bags, NOT! 😉 #INDvWI @StarSportsIndia pic.twitter.com/EPFAyziGJ9
— Rohit Sharma (@ImRo45) November 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement