શોધખોળ કરો

જીત બાદ ભારતીય ખેલાડીઓએ કરી ઉજવણી, હરમનપ્રીતે કર્યો ડાન્સ, ભાવુક મંધાનાને લગાવી ગળે

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમે એક એવી સિદ્ધિ હાંસલ કરી જેની ભારતીય મહિલા ટીમ વર્ષોથી રાહ જોઈ રહી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 2 નવેમ્બર, 2025  ઇતિહાસના પાનામાં અંકિત થઈ ગયો છે. રવિવારે નવી મુંબઈના ડીવાય સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમે એક એવી સિદ્ધિ હાંસલ કરી જેની ભારતીય મહિલા ટીમ વર્ષોથી રાહ જોઈ રહી હતી.

ભારતે 52 વર્ષમાં પહેલી વાર ટાઇટલ જીત્યું

ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે. પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 298 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દીપ્તિ શર્માએ પાંચ વિકેટ ઝડપીને મેચનું પાસું ફેરવી દીધું. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન એલ વોલ્વાર્ડટની 101 રનની ઇનિંગ નિષ્ફળ ગઈ હતી. મહિલા વનડે વર્લ્ડ કપના 52 વર્ષના ઇતિહાસમાં આ ભારતનું પ્રથમ વનડે વર્લ્ડ કપ ટાઇટલ છે. 1973માં પહેલો મહિલા વનડે વર્લ્ડ કપ રમાયો હતો. દીપ્તિ ઉપરાંત શેફાલી વર્માએ પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ 87 રન બનાવ્યા અને બે વિકેટ લીધી હતી. તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

કેપ્ટન હરમનપ્રીતે કર્યો ડાન્સ

ટાઇટલ જીત્યા પછી ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, અન્ય ખેલાડીઓની જેમ, પોતાને રોકી શકી નહીં. હરમનપ્રીતના ચહેરા પર વિજયનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણીએ ટાઇટલ મેચ પહેલા કહ્યું હતું કે ટીમ આ વિજયનો અનુભવ કરવા માંગે છે અને આ દિવસ ભારતનો હતો. બે વાર ટાઇટલ ગુમાવ્યા પછી ભારતીય ટીમ આખરે વિશ્વ ચેમ્પિયન બનવામાં સફળ રહી. વિજય પછી હરમનપ્રીત ભાવુક થઈ ગઈ અને સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ભેટી પડી હતી. બાદમાં તેઓએ ડાન્સ કર્યો હતો.

ખેલાડીઓએ જબરદસ્ત ઉજવણી કરી

ભારતીય ટીમની જીત પછી ખેલાડીઓએ મેદાન પર જબરદસ્ત ઉજવણી કરી હતી. ટીમે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ટ્રોફી સા ચક્કર લગાવ્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત સમર્થન બદલ ચાહકોનો આભાર માન્યો હતો.

સમગ્ર દેશમાં લોકોએ કરી ઉજવણી

આ જીત બાદ સમગ્ર દેશ ઉજવણી કરવા લાગ્યો હતો. ઘણી જગ્યાએ લોકોએ ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક સફળતા પર પોતાનો અપાર આનંદ અને ગર્વ વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડ્યા અને ધ્વજ લહેરાવ્યા હતા. આ જીત ભારતીય રમતગમતમાં મહિલાઓના વધતા વર્ચસ્વનું પ્રતિક બની ગઈ છે. દિલ્હી, વારાણસી, મુંબઈ સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ભારતીય મહિલા ટીમની જીતની ઉજવણી કરી હતી.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget