શોધખોળ કરો
Advertisement
INDvsNZ: જીત મળતાં જ મેદાન પર બધા ખેલાડીઓની વચ્ચે નાંચવા લાગ્યા આ બે ક્રિકેટરો, વીડિયો થઇ ગયો વાયરલ
વીડિયોમાં ચહલ અને અય્યરના ડાન્સ સેલિબ્રેશનની પાછળ મેદાન પર ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રી પણ દેખાઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટી20માં ભારતે 7 રને જીતીને કિવી ટીમને 5-0થી ટી20 સીરીઝમાં વ્હાઇટ વૉશ કર્યુ હતુ. આ જીતની ખુશી એટલી બધી હતી કે મેદાન પર ખેલાડીઓ ડાન્સ કરવા લાગ્યા હતા, કેમકે ભારતીય ટીમે પ્રથમવાર ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીતી છે. ખેલાડીઓના ડાન્સ સેલિબ્રેશનનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં દેખાય છે કે, ભારતીય ટીમે કિવી ટીમને માત આપી ત્યારબાદ મેદાન પર યુજવેન્દ્ર ચહલ અને શ્રેયસ અય્યર ફૂલ મસ્તી સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સાથી ખેલાડીઓ મેદાન પર તે બન્નેને જોઇ રહ્યાં છે.
વીડિયોમાં ચહલ અને અય્યરના ડાન્સ સેલિબ્રેશનની પાછળ મેદાન પર ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રી પણ દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પાંચ મેચોની ટી20 સીરીઝમાં કિવી ટીમને તેમની જ ધરતી પર 5-0થી સૂપડા સાફ કરી દીધા હતા. ટી20ના ઇતિહાસમાં કોઇપણ ટીમે 5-0થી સીરીઝ જીતી નથી આ મામલે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement