શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020ની હરાજીમાં કઇ ટીમ ખરીદી શકશે સૌથી વધુ ખેલાડીઓ, કોની પાસે છે સૌથી વધુ રૂપિયા, જુઓ લિસ્ટ......
આઇપીએલ 2020 માટે ક્રિકેટરોના રજિસ્ટ્રેશનની તારીખ 30 નવેમ્બર, 2019 હતી. જેમાં કુલ 971 ક્રિકેટરોએ આઇપીએલમાં હરાજીમાં ખરીદાવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે
નવી દિલ્હીઃ આગામી સિઝન માટે આઇપીએલ ફ્રેન્ચાઇઝી ઓક્શનમાં ભાગ લેવાની છે. આ મહિને 19 તારીખે કોલકત્તામાં આઇપીએલ ઓક્શન થવાની છે, જેમાં કુલ 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જોકે, ખાસ વાત એ છે કે, આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ આ ઓક્શનમાં માત્ર 73 ખેલાડીઓ માટે જ બોલી લગાવશે. અહીં જોવાનુ એ છે કે કઇ ટીમ કેટલા ખેલાડીઓની ખરીદી કરી શકશે.
નિયમ પ્રમાણે, આઇપીએલ 2020માં માત્ર 73 ખેલાડીઓની જ જગ્યા ભરવાની છે, અને આ ઓક્શનમાં આઇપીએલની આઠ ટીમો ભાગ લેશે. જેથી અમે તમને અહીં બતાવીએ છીએ કે કઇ ટીમ પાસે કેટલા રૂપિયા પર્સ છે અને કેટલા ખેલાડીઓની ખરીદી કરી શકશે.
IPL 2020: કઇ ટીમ ખરીદી શકશે સૌથી વધુ ખેલાડીઓ, કોની પાસે છે સૌથી વધુ રૂપિયા...
ચેન્નાઇ સુપર કિંગ્સ - 5 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 14.60 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ - 11 (5 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.85 કરોડ રૂપિયા
કિંગ્સ ઇલેવન પંજાબ - 9 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 42.70 કરોડ રૂપિયા
કોલકત્તા નાઇટ રાઇડર્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 35.65 કરોડ રૂપિયા
મુંબઇ ઇન્ડિયન્સ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 13.05 કરોડ રૂપિયા
રાજસ્થાન રૉયલ્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 28.90 કરોડ રૂપિયા
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ - 12 (6 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.90 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 17.00 કરોડ રૂપિયા
આઇપીએલ 2020ની હરાજીમાં 73 જગ્યાઓ માટે 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જેમાં 713 ભારતીય અને 258 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 55 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion