શોધખોળ કરો
Advertisement
IPL આજે ચેન્નાઇ સામે ટકરાશે દિલ્હી, જાણો કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલવેન ને કોણે મદદ કરશે આજની પીચ
આજે આઇપીએલની 7મી મેચ છે, અને દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત છે કે ગઇ મેચમાં ધોનીની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે દિલ્હીની ટીમ પંજાબ સામે મેચ જીતી ચૂકી છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહત્વની મેચ છે, ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ અય્યરની દિલ્હી કેપિટલ્સની સામે ટકરાશે. બન્ને ટીમોમાં ઘણાબધા મેચ વિનર ખેલાડીઓ ભરેલા છે. આજે આઇપીએલની 7મી મેચ છે, અને દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત છે કે ગઇ મેચમાં ધોનીની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે દિલ્હીની ટીમ પંજાબ સામે મેચ જીતી ચૂકી છે.
પીચ રિપોર્ટ
અબુધાબીના શેખ જૈદ ક્રિકેટ સ્ટેડિયમની સરખામણીમાં દુબઇનુ ગ્રાઉન્ડ બિલકુલ અલગ છે. સાઇઝના હિસાબથી આ ગ્રાઉન્ડ પણ ખુબ મોટુ છે. વળી આ પીચ પર ઘાસ પણ છે. આવામાં આ પીચ ફાસ્ટ બૉલરોને મદદ કરી શકે છે. બન્ને ટીમોમાં હાલના સમયે ત્રણ ત્રણ સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બૉલરો ઉતારી શકે છે.
મેચ પ્રેડિક્શન
અમારુ મેચ પ્રેડિક્શન મીટર કહે છે કે, આજની આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને જીત મળશે. જોકે મેચ ક્લૉઝ રહેવાની સંભાવના છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ચેન્નાઇ સુપર કિંગ્સઃ- શેન વૉટસન, મુરલી વિજય, ફાક ડૂ પ્લેસીસ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), સેમ કરન, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, પિયુષ ચાવલા, લુંગી એનગિડી.
દિલ્હી કેપિટલ્સઃ- શિખર ધવન, પૃથ્વી શૉ, શિમરૉન હેટમેયર, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટૉઇનિસ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિક નોર્ટર્જે, મોહિત શર્મા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement