શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: હારથી નિરાશ CSK કેપ્ટન ધોની આ ખેલાડીઓ પર ભડક્યો, જાણો શું કહ્યું
ચેન્નઈ સુપરકિંગ્સની ટીમને અત્યાર સુધી રમેલી 7 માંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હારથી નિરાશ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના બેટ્સમેનો પર ભડક્યો છે.
IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું ખરાબ પ્રદર્શન યથાવત છે. આરસીબી વિરુદ્ધ શનિવારે રમાયેલા મુકાબાલમાં ચેન્નઈને 37 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ સુપરકિંગ્સની ટીમને અત્યાર સુધી રમેલી 7 માંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હારથી નિરાશ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના બેટ્સમેનો પર ભડક્યો છે.
ધોનીએ કહ્યું, “મને લાગે છે કે, બોલિંગ કરતા અમે અંતિમ ચાર ઓવરોમાં સારુ પ્રદર્શન નથી કર્યું. જે સારી રેત સમાપ્ત કરવાની જરૂર હતી. બેટિંગ અમારી ચિંતાનો વિષય છે અને તે આ મેચમાં સ્પષ્ટ જોવા મળ્યું છે. અમારે આ અંગે કંઈક કરવાની જરૂર છે. ”
કેપ્ટને ધોનીએ કહ્યું કે, મને લાગે છે અમારે બીજી રીતે રમવું જોઈતું હતું. મોટા શોટ્સ રમતા આઉટ થવું સારું છે. આગામી મેચોમાં અમે વધુ આક્રમક રમત દાખવીશું મને લાગે છે કે, આ એ વાત પર પણ નિર્ભર કરે છે, તમે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કેવું પ્રદર્શ કર્યું છે અને છઠ્ઠી ઓવરથી અમારી બેટિંગ પ્રદર્શન સારુ રહ્યું નથી.
ધોનીએ કહ્યું કે, તેમની ટીમે એક ખાસ રણનીતિ પર કામ કરવું પડશે. તેમણે કહ્યું, “મને લાગે છે કે, આ અમે સારુ નથી કર્યું અને અમારે 6 થી 14 ઓવર દરમિયાન બોલર્સ સામે કેવી રીતે રમવું તેની કોઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતર્યા નથી. ” તેમણે કહ્યું, અમે શરુઆતમાં અથવા અંતમાં રન આપી રહ્યાં છે અને ટીમમાં ઘણી ખામીઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion