શોધખોળ કરો
Advertisement
જોફ્રા આર્ચરને વોર્નરની વિકેટ લેતાની સાથે જ લાગી મોટી લૉટરી, મળશે આ મોંઘી ગિફ્ટ
રવિવારે રમાયેલી હૈદરાબાદ સામેની મેચમાં આર્ચરે એસઆરએચના કેપ્ટન ડેવિડ વોર્નરને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ વિકેટની સાથે જ જોફ્રા આર્ચરને એક મોટી લૉટરી લાગી ગઇ છે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના સ્ટાર બૉલર જોફ્રા આર્ચર આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહ્યો છે. હાલ એકદમ શાનદાર બૉલિંગ કરી રહ્યો છે. રવિવારે રમાયેલી હૈદરાબાદ સામેની મેચમાં આર્ચરે એસઆરએચના કેપ્ટન ડેવિડ વોર્નરને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ વિકેટની સાથે જ જોફ્રા આર્ચરને એક મોટી લૉટરી લાગી ગઇ છે, એટલે કે હવે જોફ્રા આર્ચરને 50 હજારની કિંમત વાળુ એક નવુ ગેમિંગ Xbox કન્સૉલ ગિફ્ટમાં મળશે.
ખરેખરમાં આર્ચરને આ ગિફ્ટ મળવાની કહાની એકદમ મજેદાર છે. ગયા મહિને જ સોનીએ પોતાનુ નવુ Xbox કન્સૉલ લૉન્ચ કર્યુ હતુ. આર્ચરે લૉન્ચના દિવસે Xbox યુકેને ટ્વીટ કરતા કહ્યું હતુ- મારે નવુ Xbox કન્સૉલ મેળવવા માટે આઇપીએલમાં કેટલી વિકેટ લેવી પડશે.
Xboxએ આનો જવાબ આપતા કહ્યું હતુ કે તમારે માત્ર ડેવિડ વોર્નરની વિકેટ લેવી પડશે. આઇપીએલ 13માં રવિવારે આર્ચર અને વોર્નરની ટક્કર પહેલીવાર જોવા મળી. આર્ચરે શાનદાર બૉલિંગ કરતા વોર્નરને 48ના સ્કૉર પર બૉલ્ડ કરી દીધો હતો.
મેચ પુરી થયા બાદ આર્ચરે Xbox એ પોતાનુ વચન યાદ અપાવ્યુ, આ પછી Xbox તરફથી જવાબ આવ્યો કે તમે તમારુ સરનામુ જણાવી દો, તમારા માટે નવુ Xbox કન્સૉલ મોકલી રહ્યાં છીએ.
નોંધનીય છે કે આર્ચર અને વોર્નરની ટક્કર હંમેશા રોમાંચક રહે છે. પછી તે આઇપીએલ હોય કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સીરીઝ હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement