શોધખોળ કરો
Advertisement
IPL 2020: ચેન્નઈના ખેલાડીઓએ પૂરો કર્યો કોરોના ટેસ્ટનો ત્રીજો રાઉન્ડ, જાણો શું આવ્યું પરિણામ....
દીપક અને ઋતુરાજને વિતેલા સપ્તાહે 11 અન્ય સભ્યોની સાથે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટીમે ટ્રેનિંગ પ્લાન પર બ્રેક લગાવ્યો હતો.
નવી દિલ્હીઃ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નઈના બાકી ખેલાડી ખાસ કરીને કોરોના સંક્રમિત દીપક ચાહર અને ઋતુરાજે ગાયકવાડને છોડીના બાકીના તમામ ખેલાડીઓએ શુક્રવારે નેટ્સ પર પ્રેક્ટિસ કરી. આ તમામ ખેલાડીઓએએ દુબઈમાં ત્રીજા રાઉન્ડનો કોરોના ટેસ્ટ પૂરો કર્યો.
દીપક અને ઋતુરાજને વિતેલા સપ્તાહે 11 અન્ય સભ્યોની સાથે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટીમે ટ્રેનિંગ પ્લાન પર બ્રેક લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તમામ 6 દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવ્યા અને જેમાં 3 ટેસ્ટ સામેલ હતા. ટીમે પહેલા જ 21 ઓગસ્ટના રોજ દુબઈ પહોંચી હતી.
સીએસકેના સીઈઓ કેએસ વિશ્વનાથને કહ્યું કે, ‘અન્ય તમામ 13 ઉપરાંત ત્રીજા વખત નેગેટિવ ટેસ્ટ આવ્યો છે. પોઝિટિવ ટેસ્ટવાળાના બે સપ્તાહના કોરેન્ટાઈન બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.’ ટીમે આટલા બધા સભ્યોના કોરોના પોઝિટિવ આવ્યા બાદ અને અંતમાં રૈના અને હરભજનના ટીમમાં સામેલ ન થવાને કારણે ટીમને અનેક મોટા ઝાટકા લાગ્યા છે. આઈપીએલની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. સૂત્રો અનુસાર, ટૂર્નામેન્ટની શરૂઆત પાછલી સીઝનની વિજેતા અને ઉપવિજેતા ટીમની વચ્ચે થાય છે. પરંતુ બે ખેલાડીઓના કોરોના પોઝિટિવ આવવાને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પ્રથમ મેચમાં સીએસકેની જગ્યાએ કોઈ ઇન્ય ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમતી જોવા મળી શકે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement