શોધખોળ કરો
Advertisement
IPL-2020: આ વખતની હરાજીમાં આ 5 ખેલાડીઓ થઇ ગયા માલામાલ, જાણો કઇ ટીમમાંથી રમશે?
ખાસ વાત એ છે આ વખતની આઇપીએલ સિઝનમાં સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ રહ્યો છે
કોલકત્તાઃ ગુરુવારે કોલકત્તામાં યોજાયેલી આઇપીએલ 2020ની પ્લેયર ઓક્શનમાં કેટલાક ખેલાડીઓને જેકપૉટ લાગ્યો તો કેટલાક નિરાશ થયા છે. અહીં અમે તમને એવા છ ખેલાડીઓની વાત કરીશુ જેના પર રાતોરાત પૈસાનો વરસાદ થયો છે. ખાસ વાત એ છે આ વખતની આઇપીએલ સિઝનમાં સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ રહ્યો છે.
પેટ કમિન્સ (કોલકત્તા નાઇટ રાઇડર્સ)
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ આ વખતે ખરીદીમાં ટૉપ પર રહ્યો. કોલકત્તા નાઇટ રાઇડર્સે પેટ કમિન્સને 15.50 કરોડમાં (બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા) ખરીદ્યો છે.
ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઇલેવન પંજાબ)
કાંગારુ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ઉંચી કિંમતે ખરીદાયો છે, મેક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે 10.75 કરોડમાં (બેઝ પ્રાઇઝ 2 કરોડ) ખરીદ્યો છે.
ક્રિસ મૉરિસ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ)
આરસીબીએ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ક્રિસ મૉરિસને 10 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો છે, મૉરિસની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા હતી.
શેલ્ડન કૉટરેલ (કિંગ્સ ઇલેવન પંજાબ)
કેરેબિયન બૉલર શેલ્ડન કૉટરેલ આ વખતે માલામાલ થઇ ગયો છે. માત્ર 50 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા કૉટરેલને પંજાબે 8.50 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો છે.
નાથન કૂલ્ટર નાઇલ (મુંબઇ ઇન્ડિયન)
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નાથન કૂલ્ટર નાઇલને આ વખતે મુંબઇ ઇન્ડિયન્સ 8 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો છે. કૂલ્ટર નાઇલની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement