શોધખોળ કરો
IPL 2020: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝાટકો, CSK સામેની મેચ પહેલા બે સ્ટાર ખેલાડી થયા બહાર
રાજસ્થાન રોયલ્સને મોટી રાહત એ છે કે સ્ટીવ સ્મિથ ફિટ છે. સ્ટીવ સ્મિથને માથામાં બોલ વાગવાને કારણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝનો ભાગ ન હતો.

Credit: @RajasthanRoyals
IPL 2020: ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13ની ચોથી મેચમાં મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની સામે જોવા મળશે. રાજસ્થાન રોયલ્સની ટીમને આ મેચ પહેલા જ બે મોટા ઝાટકા લાગ્યા ચે. સ્ટાર ખેલાડી અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલ જોસ બટલર પ્રથમ મેચ રમવા માટે ઉપલબ્ધ નથી. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આઈપીએલ 13ની શરૂઆતની મેચમાં ભાગ નહીં લે. બટલર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 21 ખેલાડીઓની સાથે 17 સપ્ટેમ્બરે યૂએઈ પહોંચ્યો હતો. પરંતુ બટલર યૂએઈ પોતાના પરિવાર સાથે આવ્યો છે, માટે તેને 6 દિવ કોરેન્ટાઈન રહેવું પડશે, જ્યારે બાકીના ખેલાડીઓને માત્ર 36 કલાક કોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. બટલરને ટીમની સાથે જોડવા માટે બે કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ આવવા પણ જરૂરી છે. સ્મિથનું રમવાનું નક્કી રાજસ્થાન રોયલ્સને મોટી રાહત એ છે કે સ્ટીવ સ્મિથ ફિટ છે. સ્ટીવ સ્મિથને માથામાં બોલ વાગવાને કારણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝનો ભાગ ન હતો. જોકે હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે તે પૂરી રીતે ફિટ છે અને તે ટીમની કમાન સંભાળતા જોવા મળશે. બેન સ્ટોક્સને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી બેન સ્ટોક્સના રાજસ્થાન રોયલ્સની સાથે જોડાવવાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. સ્ટોક્સ ઓગસ્ટમાં જ પોતાના પિતાના બીમાર હોવાને કારણે ન્યૂઝીલેન્ડ ચાલ્યા ગયા હતા. સ્ટોક્સના પિતા કેન્સરનો સામનો કરી રહ્યા છે. સ્ટોક્સ હજુ સુધી યૂએઈ નથી આવ્યો અને અહીં પહોંચવા પર તેને 6 દિવસ કોરેન્ટાઈન રહેવું પડશે. એવામાં સ્ટોક્સના શરૂઆતની મેચમાં બહાર રહેવાનું નક્કી છે.
વધુ વાંચો




















