શોધખોળ કરો
Advertisement
IPL 2020: ધોનીએ એક હાથ પક્ડયો સંજુ સેમસનનો શાનદાર કેચ, જુઓ વીડિયો
ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 અને 2018માં વિજેતા બની ચુક્યું છે.
IPL 2020 CSK v RR: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 36મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતાં 125 રન બનાવ્યા હતા.
વિકેટકિપિંગ દરમિયાન તેની ચપળતાનો જાદુ બતાવ્યો હતો. ધોનીએ દિપક ચહરની ઓવરમાં સંજુ સેમસનનો શાનદાર કેચ પકડ્યો હતો. આ ઉપરાંત ધોનીએ આઈપીએલમાં વિકેટ પાછળ 150 શિકાર ઝડપવાની સિદ્ધી મેળવી હતી. જેમાંથી તેણે 108 કેચ અને 42 સ્ટંપિંગ કર્યા છે.
ટોસ માટે મેદાનમાં ઉતરતાંની સાથે જ ધોનીએ ઈતિહાસ રચ્યો હતો. ધોની આઈપીએલમાં 200 મેચ રમનારો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 અને 2018માં વિજેતા બની ચુક્યું છે.
આઈપીએલ સૌથી વધુ મેચ રમવા બાબતે ધોની પછી રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિત શર્માએ 197, જે પછી સુરેશ રૈનાએ 193, દિનેશ કાર્તિકે 191, વિરાટ કોહલીએ 186 આઈપીએલ મેચ રમી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement