શોધખોળ કરો
IPL 2020: ધોની સહિત કરોડોની કિંમતવાળા આ ખેલાડી જેમની પાસેથી લાખો પણ વસૂલ ન થયા
મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડી પણ 10 કરોડ રૂપિયામાં ખરીદાયા હતા પરંતુ તે પણ આખી સીઝનમાં એક છગ્ગો પણ ન મારી શક્યો.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ગુરૂવારથી પ્લેઓફ મેચની શરૂઆત થવા જઈ રહી છે. એક બાજુ જ્યાં આ સીઝનમાં પડિકલ, તેવતિયા, નટરાજન જેવા યુવા ખેલાડી શાનદાર પ્રદર્શન કરી ચર્ચામાં છે તો ધોની, વોટસન, મેક્સવેલ અને કમિન્સ જેવા દિગ્ગજ ખેલાડી પરફોર્મ ન કરવાને કારણે ટીકાકારીના નિશાના પર આવી ગયા છે. કમિન્સને કેકેઆરે મોટી આશા સાથે 15 કરોડથી વધારે કિંમતમાં ખરીદ્યો હતો પરંતુ તે પૂરી સીઝનમાં પોતાની કિંમત જેટલી વિકેટ ન લઈ શક્યો. મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડી પણ 10 કરોડ રૂપિયામાં ખરીદાયા હતા પરંતુ તે પણ આખી સીઝનમાં એક છગ્ગો પણ ન મારી શક્યો. મહેન્દ્ર સિંહ ધોનીઃ 13મી સીઝનમાં ધોની માત્ર કેપ્ટન તરીકે જ નહીં પણ બેટ્સમેન તરીકે પણ ફ્લોપ સાબિત થોય છે. તેણે 12 ઇનિંગમાં માત્ર 200 રન જ બનાવ્યા. આ સીઝનમાં તેનો સૌથી હાઈ સ્કોર અણનમ 47 રન હતો. શેટ વોટસનઃ આ સીઝનમાં વોટસન પૂરી રીતે ફ્લોપ સાબિત થયો છે અને તેણે માત્ર 6 ઇનિંગમાં 30થી વધારે રન બનાવ્યા. એટલું જ નહીં પોતાના નિરાશાજનક પ્રદર્શનને કારણે શેન વોટસને ઇન્ટરેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ગ્લેન મેક્સવેલઃ આ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબને મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યું છે કારણ કે સ્ટાર બેટ્સમેન મેક્સવેલ ફોર્મમાં નથી. મેક્સવેલે કિંગ્સ ઇલેવન પંજાબને પૂરી તક આપી અને તે 13મી સીઝનમાં માત્ર 108 રન જ બનાવી શક્યો અને તેના બેટથી એક પણ છગ્ગો આવ્યો ન હતો. આંદ્રે રસેલઃ કેકેઆર પ્લેઓફમાં ન પહોંચી શકી તેનું એક કારણ સ્ટાર ખેલાડી આંદ્રે રસેલનું ફ્લોપ હોવાનું પણ છે. રસેલે આ સીઝનમાં 13 મેચમાં 13ની સરેરાશથી 117 રન બનાવ્યા અને તેનો હાઈએસ્ટ સ્કોર 25 હતો. રસેલને જોકે 6 વિકેટ લેવામાં સફળતા મળી હતી. પેટ કમિન્સઃ કેકેઆરે પેટ કમિન્સ પર આઈપીએલનો સૌથી મોંઘો જુગાવ રમ્યો. કમિન્સ પ્રથમ 10 મેચમાં માત્ર ત્રણ વિકેટ લઈ શક્યો. ત્યાર બાદ અંતિમ ચાર મેચમાં તેણે નવ વિકેટ લીધી. પરંતુ કેકેઆરની ટીમને કમિન્સનું વિલંબથી ફોર્મમાં આવવાની કિંમત 13મી સીઝનમાં પ્લેઓફમાંથી બહાર થઈને ચુકવવી પડી.
વધુ વાંચો




















